RBI MPC Meet 2024: EMIમાં કોઈ રાહત નહિ, ના લોન થઈ સસ્તી, RBIએ રેપો રેટમાં નથી કર્યો કોઈ ફેરફાર
RBI MPC Meet 2024: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મુખ્ય વ્યાજ દરો પર મૉનેટરી પૉલિસી કમિટી (MPC)ના નિર્ણયની જાહેરાત કરી છે. આરબીઆઈએ મૉનેટરી પૉલિસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આનો સ્પષ્ટ અર્થ છે કે તમને EMIમાં અત્યારે કોઈ રાહત નહીં મળે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે (05 એપ્રિલ) જણાવ્યું હતું કે, "રિઝર્વ બેંકે પૉલિસી રેપો રેટને માત્ર 6.5% પર રાખવાનો નિર્ણય કર્યો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% પર યથાવત છે અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ 6.75% પર રહેશે."

નાણાકીય વર્ષ 2024-25 (FY25)માં આ પ્રથમ RBI MPCની જાહેરાત છે. મધ્યસ્થ બેંકે છેલ્લી સતત છ એમપીસી બેઠકોમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં રેપો રેટ 6.5 ટકા છે. છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
આરબીઆઈ એમપીસીએ તેની ત્રણ દિવસીય બેઠક 3 એપ્રિલના રોજ શરૂ કરી હતી, જે ગુરુવાર, 04 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે રેપો રેટ એટલે રિઝર્વ બેંક દ્વારા અન્ય બેંકોને આપવામાં આવતી લોનનો દર. ત્યારબાદ બેંક તેના ગ્રાહકોને આ દરે લોન આપે છે. જ્યારે રેપો રેટ ઓછો હોય છે, ત્યારે ગ્રાહકોને ઓછા વ્યાજ દરે હોમ લોન અને વાહન લોન મળે છે.
બજારના નિરીક્ષકોનો એવો પણ અંદાજ છે કે ફુગાવાના વધતા દબાણ વચ્ચે સમિતિ રેપો રેટને 6.5%ના વર્તમાન સ્તરે જાળવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે મોંઘવારીમાં થોડો ફેરફાર થઈ શકે છે. આ સિવાય ઈંધણ અને એલપીજીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી શકે છે. જો RBI રેપો રેટમાં ઘટાડો કરે છે, તો તેનો અર્થ એ છે કે રિ લોનનો EMI પણ ઘટશે. જ્યારે રેપો રેટ વધારવામાં આવે તો લોનની EMI વધે છે.
જ્યારે રેપો રેટ ઓછો હોય છે, ત્યારે ગ્રાહકોને ઓછા વ્યાજ દરે હોમ લોન અને વાહન લોન મળે છે. જો રેપો રેટ વધશે તો તમને આ લોન વધેલા દરે મળશે. બેંક માત્ર રેપો રેટના આધારે લોનની EMI નક્કી કરે છે. એટલે કે રેપો રેટમાં ઘટાડો અને વધારાનો સીધો સંબંધ સામાન્ય જનતા સાથે થશે.
#WATCH | On monetary policy decisions, RBI Governor Shaktikanta Das says, "The Reserve Bank decided to keep the Policy Repo Rate unchanged at 6.5%" pic.twitter.com/fKpkAaK8Q9
— ANI (@ANI) April 5, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
