RBI Monetary Policy: વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય, રેપો રેટ 6.50% યથાવત રખાયો
મોનેટરી પોલિસી કમિટીની બેઠક મળી હતી જેમાં રેપોરેટ 6.50% યથાવત રાખવાનનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે ઘોષણા કરી છે. હવે રેપો રેટમાં કોઈ વધારો ના થતાં નાગરિકો પર વધારાનો વ્યાજનો બોજો નહીં પડે.

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની મૉનિટરી કમિટીએ પોલિસી રેટમાં સતત ત્રીજીવાર કોઈ બદલાવ નથી કર્યો. હાલના સમયમાં આરબીઆઇનો રેપો રેટ 6.50% પર જ રહેશે. અગાઉ આરબીઆઇએ એપ્રિલ અને જૂનની પૉલિસી સાઇકલમાં પણ વ્યાજદજર પૉઝ જ રાખ્યો હતો. રેપો રેટમાં છેલ્લે ફેબ્રુઆરી 2023માં બદલાવ જોવા મળ્યો હતો. તે સમયે આરબીઆઇએ 0.25 ટકાનો વધારો કર્યો હતો.
આરબીઆઇએ મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી વ્યાજદરમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે,ભારતીય ઈકોનોમી યોગ્ય ગતિથી આગળ વધી રહી છે તે જાજોઈને આનંદ થઇ રહ્યો છે. ભારતના મજબૂત બુનિયાદી સિદ્ધાંતોએ સતત વિકાસનો પાયો રાખ્યો છે. દુનિયા માટે ભારત નવું ગ્રોથ એન્જીન બની શખે છે.
RBIએ જીડીપી અનુમાનમાં કોઈ બદલાવ ના કર્યો
જ્યારે બીજી તરફ રિઝર્વ બેંકે પોતાની જીડીપી અનુમાનમાં કોઈ બદલાવ કર્યો નથી. નાણાકીય વર્ષ 2023-24ના જીડીપી અનુમાનને 6.5 ટકા પર જ રાખ્યો છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરનું અનુમાન 8 ટકા, જુલાઇથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.5 ટકા, ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં 6 ટકા અને જાન્યુઆરીથી માર્ચ્ ક્વાર્ટરમાં જીડીપી અુમાન 5.7 ટકા રાખ્યો છે. જ્યારે આગેલા નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં જીડીપી અનુમાન 6.6 ટકા કરી દીધો છે.
મુસિબત બની રહી છે મોંઘવારી
વાસ્તવમાં દેશમાં મોંઘવારી રિઝર્વ બેંક માટે મોટી મુસીબત બની રહી છે. કેટલાય પોલ અને અનુમાનો અનુસાર જુલાઈના મહિનામાં રિટેલ મોંઘવારી 6.5 ટકાથી લઇ 6.70 ટકા સુધી આવી શકે છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી 4.25 ટકા હતી અને જૂનના મહિનામાં તે વધીને 4.80 ટકા પર આવી ગઈ હતી, જે આ વર્ષના ઉચ્ચતમ પણ જણાવવામાં આવ્યું હતું. એવામાં આરબીઆઇ સમક્ષ સૌથી મોટો પડકાર એ છે કે આગામી મહિનાઓ માટે આરબીઆઇ મોંઘવારીના કેવા પ્રકારના અનુમાનિત આંકડા જાહેર કરે છે, કેમ કે રિઝર્વ બેંકે જે પાછલા આંકડા રજૂ કર્યા હતા તે સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ ગયા છે.
તેમણે કહ્યું કે એમપીસીએ સર્વસમ્મતિથી રેપો રેટ 6.5 ટકા સાથે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જ્યારે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસેલિટી રેટમાં પણ કોઈ બદલાવ નથી કર્યો. એમએસએફઆરને પણ 6.75 ટકા સાથે યથાવત રાખવામાં આ્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે એમપીસી મોંઘવારીને 4 ટકા બનાવી રાખવા માટે આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે ગ્લોબલ ઈકોનોમીને સતત અઘરા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
