RBI Monetary Policy: RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કર્યો વધારો, હવે વધશે EMI
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ આજે આ વર્ષની પોતાની પહેલી મૌદ્રિક નીતિનુ એલાન કરી શકે છે.
RBI Monetary Policy: રિઝર્વ બેંકે આજે આ વર્ષની પોતાની પહેલી મૌદ્રિક નીતિનુ એલાન કરી દીધુ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મૌદ્રિક નીતિનુ એલાન કરીને કહ્ય કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવે છે. આ સાથે જ રેપો રેટ 6.5 ટકા થઈ ગયા છે. આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે આગલા નાણાકીય વર્ષ 2023-24માં જીડીપીની ગતિ 6.4 ટકા રહેવાની આશા છે.

પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી 7.8 ટકા, બીજા ત્રિમાસિકમાં જીડીપી 6.2 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી 6 ટકા અને ચોથા ત્રિમાસિકમાં જીડીપી 5.8 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2024માં મોંઘવારી દર 6.5 રહેવાનુ અનુમાન છે. આ સાથે બેન્ચમાર્ક વ્યાજ દરમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં આરબીઆઈએ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે ટૂંકા ગાળાના ધિરાણ દરમાં 225 પોઈન્ટનો વધારો કર્યો હતો.
છૂટક ફુગાવાના દર વિશે વાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આગાહી કરી છે કે ચોથા ત્રિમાસિક સુધી તે સરેરાશ 5.6 ટકા રહી શકે છે. ગવર્નરે કહ્યુ કે અમે વર્તમાન નાણાકીય સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. આરબીઆઈએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જે હવે 6.75 ટકા છે.
તમને જણાવી દઈએ કે રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક અન્ય કોમર્શિયલ બેંકોને લોન આપે છે. આ સ્થિતિમાં, જ્યારે પણ રેપો રેટમાં વધારો થાય છે, ત્યારે અન્ય બેંકો માટે લોન લેવી મોંઘી થઈ જાય છે. બેન્કોને રિઝર્વ બેન્ક પાસેથી ઊંચા વ્યાજ દરે નાણાં મળે છે, જેના કારણે બેંકો લોકોને મોંઘા વ્યાજ દરે લોન આપે છે. મોંઘા વ્યાજ દરોની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે અને લોકોની EMI વધે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
