RBI Monetary Policy: રેપો રેટમાં કોઈ ફેરફાર ન થયો, EMI નહિ વધે, જાણો મીટિંગની મહત્વની વાતો
RBI MPC Meeting: રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની ત્રણ દિવસીય દ્વિ-માસિક મૉનિટરી પૉલિસી કમિટી (MPC) મીટિંગ આજે, શુક્રવાર, ઑક્ટોબર 06 સમાપ્ત થઈ ગઈ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી.
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે RBIની મૉનિટરી પૉલિસી કમિટીએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.50 ટકા જ રહેશે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, "તમામ પરિબળોને ધ્યાનમાં લેતા, વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.5% હોવાનો અંદાજ છે. આગામી નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.6% રહેવાની ધારણા છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, 2023-24 માટે CPI ફુગાવો 5.4% રહેવાનો અંદાજ છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એકંદર ફુગાવો ઘટીને 4.6% થયો છે. જ્યારે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તે 7.3% હતો.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની ખાધ એક વર્ષ અગાઉની સરખામણીમાં ઘટીને જીડીપીના 1.1% થઈ ગઈ છે.
ઓગસ્ટમાં છેલ્લી બેઠકમાં, MPCએ રેપો રેટ 6.50% પર જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. વાસ્તવમાં, ઓગસ્ટ પોલિસી સહિત તેની છેલ્લી ત્રણ પોલિસીઓમાં પેનલે વ્યાજ દરો પર યથાસ્થિતિ જાળવી રાખી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં. ગયા વર્ષના મે મહિનાથી રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો જોવા મળ્યો છે.
તમને જણાવી દઈએ કે આરબીઆઈ નાણાકીય વર્ષમાં દર છ મહિને દ્વિ-માસિક બેઠકો યોજે છે. આ બેઠકમાં વ્યાજદર, ફુગાવાના અંદાજ સહિતના આર્થિક સૂચકાંકો પર ચર્ચા કરવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
