રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વ્યાજદરોમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો
ભારતીય રિઝર્વ બેંક આજે તેની નાણાકીય નીતિ જાહેર કરવા જઈ રહી છે.
નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ જાહેર કરી છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં નવી નાણાકીય નીતિની જાહેરાત કરી હતી. RBI ગવર્નરે વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટ વધારાની જાહેરાત કરી હતી. RBIએ વધતા મોંઘવારી દરને અંકુશમાં લેવા માટે આ મોટો નિર્ણય લીધો છે. બુધવારે રિઝર્વ બેંકની મોનેટરી કમિટીની બેઠક શરૂ થઈ હતી. રિઝર્વ બેંકે પણ મે અને જૂન મહિનામાં વ્યાજદરમાં વધારો કર્યો છે. આરબીઆઈએ બંને વખત કુલ 90 બેસિસ પોઈન્ટનો વધારો કરી ચૂક્યો છે. આજની જાહેરાત પહેલા રેપો રેટ 4.90 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા હતો. તમને જણાવી દઈએ કે રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે જ્યારે રિવર્સ રેપો રેટમાં આરબીઆઈ ટૂંકા ગાળા માટે ઉધાર લે છે.

RBI ગવર્નરે કહ્યુ કે બેંકોની ક્રેડિટ ગ્રોથ વાર્ષિક 14 ટકા વધી છે. ભારતીય બેંકો પાસે પૂરતી તરલતા છે. જૂન 2022માં ફુગાવાનો દર 6 ટકા હતો. વૈશ્વિક મોંઘવારી ચિંતાનો વિષય છે. પુરવઠામાં વધારાને કારણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. એટલુ જ નહિ તેમણે કહ્યુ કે આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે. આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફુગાવો 5 ટકા રહેવાની શક્યતા છે. ગવર્નરે કહ્યુ કે કન્ઝ્યુમર પ્રાઈજ ઈન્ડેક્સ ફુગાવાનો દર થોડો વધુ રહી શકે છે, તે 6 ટકાથી ઉપર રહી શકે છે. નાણાકીય વર્ષ 2023માં ફુગાવો 6.7 ટકા રહેવાની ધારણા છે.
વળી, આરબીઆઈએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં પણ 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. આ વધારા પછી MSF 5.15 ટકાથી વધીને 5.65 ટકા થયો છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના એમડી અશ્વિની તિવારીએ કહ્યુ કે જોખમ હજુ પણ છે તેથી રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વ્યાજદરમાં વધારો કરવાનો યોગ્ય નિર્ણય લીધો છે. અત્યાર સુધી જેટલા વ્યાજદર વધ્યા છે તેની અસર લોન રિકવરી પર જોવા મળી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
