RBIએ વ્યાજનો દર 8 ટકાએ યથાવત રાખ્યો
મુંબઇ, 1 એપ્રિલ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પોતાની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરી દીધી છે. આરબીઆઇએ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 8 ટકાએ યથાવત છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ 7 ટકાએ યથાવત છે. જ્યારે સીઆરઆરમાં પણ કોઇ ફેરફાર કર્યા વિના 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
આરબીઆઇએ 7 અને 14 દિવસની ટર્મ રેપોથી મળી રહેલી રોકડીને વધારીને ડિપોઝિટના 0.75 ટકા કરી દીધા છે. જ્યારે દૈનિક રેપો રેટથી મળતી રોકડ ઘટાડીને ડિપોઝિટના 0.25 ટકા કરી દીધા છે. હવે પછી આરબીઆઇની નવી ક્રેડિટ પોલિસી 3 જૂનના રોજ જાહેર થશે.

આરબીઆઇના જણાવ્યા અનુસાર તેમનો હેતુ મોંઘવારી ઘટાડવાનો છે. આગામી જાન્યુઆરી સુધીમાં મોંઘવારી દર 8 ટકા સુઘી લાવવાનું લક્ષ્ય છે. જ્યારે નાણાકીય વર્ષ 2015-16માં વૃદ્ધિદર 5થી 6 ટકા રહેવાની આશા છે.
આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે નવા બેંકિંગ લાયસન્સ આપ્યા બાદ આરબીઆઇ ઓન ટેપ લાઇસન્સનું કામ કરશે. આ સાથે ડિફરન્શીયલ બેંક લાયસન્સ પર પણ કામ થશે. આ સાથે બેંકો વચ્ચેના વિલિનીકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
