ગુજરાતની બે સહકારી બેન્કોના મર્જરને RBIની મંજૂરી, આજથી અમલ
ગુજરાતના સહકારી બેન્કિંગ સેક્ટરમાં એક મોટું પગલું લેવામાં આવ્યું છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ રાજ્યની બે સહકારી બેન્કોના સ્વૈચ્છિક વિલીનીકરણ (Amalgamation) ને મંજૂરી આપી દીધી છે.
આ મહત્ત્વપૂર્ણ નિર્ણય ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ સોમવારથી અમલમાં આવ્યો છે. આ વિલીનીકરણનો હેતુ રાજ્યમાં બેન્કિંગ કામગીરીને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રાહકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાનો છે.

પ્રથમ વિલીનીકરણમાં આમોદ નાગરિક સહકારી બેન્ક લિ.આમોદનું વિલીનીકરણ ભુજ મર્કન્ટાઇલ સહકારી બેન્ક લિ., અમદાવાદ સાથે કરવામાં આવ્યું છે. આ જોડાણ બાદ, આમોદ નાગરિક સહકારી બેન્કની તમામ શાખાઓ હવેથી ભુજ મર્કન્ટાઇલ સહકારી બેન્કની શાખાઓ તરીકે કાર્યરત થશે.
અલગથી બીજા કિસ્સામાં અમરનાથ સહકારી બેન્ક લિ., અમદાવાદ, નું મર્જર કાલુપુર કોમર્શિયલ સહકારી બેન્ક લિ., અમદાવાદ સાથે કરવામાં આવ્યું છે. આ મર્જરના અમલ પછી અમરનાથ સહકારી બેન્કની તમામ શાખાઓ કાલુપુર કોમર્શિયલ સહકારી બેન્કના બેનર હેઠળ કામગીરી કરશે.
આરબીઆઈએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ ની કલમ ૪૪A ના પેટા-કલમ (૪) અને કલમ ૫૬ હેઠળ મળેલ સત્તાઓનો ઉપયોગ કરીને આ બંને વિલીનીકરણ યોજનાઓને મંજૂરી આપી છે, જેનો તત્કાળ અમલ કરવામાં આવ્યો છે. આ જોડાણથી સહકારી બેન્ક ગ્રાહકોને વધુ સારી અને સુદૃઢ બેન્કિંગ સેવાઓ મળશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
