રાજસ્થાન સરકારે ઘટાડ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે કિંમત
રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડીને જનતાને રાહત આપી છે.
જયપુરઃ કેન્દ્ર સરકાર અને પછી અમુક રાજ્ય સરકારોના નિર્ણય બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઘણા રાજ્ય પહેલા જ ઈંધણની કિંમતો પર વેટ ઘટાડી ચૂક્યા છે. હવે રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડીને જનતાને રાહત આપી છે. રાજસ્થાન સરકારે પેટ્રોલ પર 4 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 5 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી દીધા છે. ત્યારબાદ રાજસ્થાનમાં ડીઝલ 15 રૂપિયા સસ્તુ અને પેટ્રોલ 9 રૂપિયા સસ્તુ થઈ ગયુ છે.

મંત્રી પરિષદની બેઠક બાદ સીએમ અશોક ગહેલોતે ટ્વિટ કરીને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાના નિર્ણયની માહિતી આપી. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યુ કે આજે મંત્રીમંડળની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટના દરો ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. આજે રાતે 12 વાગ્યાથી પેટ્રોલમાં 4 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 5 રુપિયા પ્રતિ લિટર દરોમાં ઘટાડો થઈ જશે. આનાથી રાજ્ય સરકાર 3500 કરોડ રુપિયા વાર્ષિક મહેસૂલનુ નુકશાન ભોગવશે.
નવા દરો રાતે 12 વાગ્યાથી લાગુ થશે. કેબિનેટની બેઠક પહેલા રાજસ્થાન પેટ્રોલ ડીલર્સ એસોસિએશને સરકારને વેટના દરો ઘટાડવા અંગે પત્ર સોંપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યુ હતુ કે સરકાર વેટ ઘટાડીને રાજ્યને મળતી મહેસૂલને વધારી શકે છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં હાલમાં એક લિટર પેટ્રોલ 111 રૂપિયા 10 પૈસા અને ડીઝલ 95 રૂપિયા 71 પૈસાના દરથી વેચાઈ રહ્યુ છે. હવે પેટ્રોલ 107 રૂપિયાની આસપાસ અને ડીઝલ 90.50 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ થઈ શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 રૂપિયા ઘટાડ્યા બાદ અન્ય રાજ્યોએ વેટ ઘટાડ્યો હતો. મુખ્યમંત્રી અશોક ગહેલોતે થોડા દિવસ અગાઉ જોધપુર પ્રવાસ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ઘટાડાના સંકેત આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વર્તમાન કમી બાદ રાજ્ય સરકાર પર વેટ ઘટાડવા માટે દબાણ થયુ હતુ.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
