શું રેલવે બજેટ 2015 થકી દેશના રેલવેની કાયાપલટ કરી શકાશે?
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: ગઇકાલે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પોતાનું પહેલું રેલવે બજેટ સંસદમાં રજૂ કર્યું. 2015-16નું રેલવે બજેટ વડાપ્રધાનની દ્રષ્ટિએ ખૂબ જ આ પહેલાના તમામ રેલવે બજેટ કરતા અલગ હતું. મોદીએ જણાવ્યું કે તે સામાન્યજનનું રેલવે બજેટ છે, જેના થકી દેશની રેલવેમાં સુધાર, સુરક્ષા અને આધિનુકરણથી વિકાસ લાવવામાં આવશે. જોકે વિરોધીપક્ષોનું કહેવું છે કે આ વખતે જાણે કે કોઇ બજેટ આવ્યું જ નથી. તેમાં કોઇ આંકડા નથી અને તેમાં કોઇ નવી ટ્રેનોની જાહેરાત નથી. એવામાં સવાલ એ થાય છે કે શું રેલવે બજેટ 2015 થકી દેશના રેલવેની કાયાપલટ કરી શકાશે?
રેલવે બજેટથી કોઇ ખુશ હોય કે ના હોય પરંતુ દેશના યુવાનો સૌથી વધારે ખુશખુશાલ છે, કારણ કે આજના રેલવે બજેટમાં તેમના માટે એવું ઘણું બધું છે જે તેમને કામ આવી શકે છે. આજનો યુવાન પોતાનો મોટાભાગનો સમય મોબાઇલ અને કંમ્પ્યુટર પર વિતાવે છે એવામાં સરકાર તરફથી ઇ-ટિકિટિંગ, ઇ-કેટરિંગ અને એસએમએસ સર્વિસની વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો પણ તે જ ઉઠાવશે. એટલા માટે યુવાનોએ આ બજેટને પાસ કરી દીધું છે.
સુરેશ પ્રભુએ પોતાના ભાષણમાં પોતાની લાગણી પણ વ્યક્ત કરી, જેની પર સંસદમાં હાસ્યના ફુવારા પણ છૂટ્યા. સુરેશ પ્રભુએ જણાવ્યું કે જ્યારે મને આ કામ સોંપાયું તો મે મારી જાતને પુછ્યું કે 'હે પ્રભુ આ કેવી રીતે થશે.' રેલવે મંત્રીના આ વાક્ય સાથે જ સંસદમાં જ હાસ્યના ફુવારા છૂટી ગયા. તેમણે જણાવ્યું કે કંઇ વાંધો નહીં આ પ્રભુ કરીને બતાવશે. જોકે તેમના આ રેલવે બજેટમાં ખુશીની વાત એ છે કે તેમણે રેલવે ભાડામાં વધારો કરાયો નથી.
રેલવે બજેટ પહેલા મીડિયામાં એવી ચર્ચાઓ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી પ્રચારમાં એવું કહેતા જોવા મળ્યા હતા કે તેઓ રેલવે સાથેનો તેમનો સંબંધ નાનપણથી છે, રેલવે એ દેશની જીવાદોરી સમાન છે વગેરે વગેરે. એટલા માટે નરેન્દ્ર મોદીની સરકારમાં રેલવેના વિકાસમાં વિશેષ ધ્યાન આપવામાં આવશે એવી અપેક્ષા સાથા આશાઓ સેવવામાં આવી હતી. જોકે મોદી સરકારના રેલવે બજેટના જાહેર થયા બાદ વિશ્લેષકોનું પણ માનવું છે કે મોદી સરકારે રેલવેના સુધારમાં તેની વિકાસ તરફ એક ડગ તો માંડ્યો છે.
તો આવો એક નજર કરીએ રેલવે બજેટ 2015ના ખાસ મુદ્દાઓ પર જે દેશના રેલવેને આગામી પાંચ વર્ષોમાં કઇ રીતે સુધાર લાવશે અને કંઇ રીતે અસર કરશે...શું ખરેખર કોઇ ફર્ક પડશે કે નહીં એ તમે જ નક્કી કરો...

ભાડામાં વધારો કર્યો નથી
દેશના લોકો માટે રાહતની વાત એ છે કે તેમણે પોતાના બજેટમાં રેલવે ભાડામાં વધારો કર્યો નથી. જેનાથી સામાન્ય મુસાફરોના ખિસ્સા પર કોઇ વધારાનો બોજો પડ્યો નથી.

4 મહિના પહેલા જ ટિકિટ બુકિંગ
સુરેશ પ્રભુએ બજેટમાં બુકિંગની સમય મર્યાદા ઘટાડી દીધી છે, હવે 4 મહિના પહેલા જ ટિકિટ બુકિંગ થઇ શકશે જેથી એજન્ટો ટિકિટોની કાળા બજાર ના થઇ શકે.

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેઇન
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેઇન માટે 3 મહિનામાં રિપોર્ટ દાખલ કરવામાં આવશે. ત્યાર બાદ નક્કી કરવામાં આવશે કે અમદાવાદ અને મુંબઇની વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઇ શકશે કે નહીં

400 સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા
સુરેશ પ્રભુએ ખાસ કરીને રેલવેને ડિજિટલાઇટ કરવાનો નિર્ણય પર કર્યો. જેમાં તેમણે 400 સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત પણ કરી.

મહિલાઓની સુરક્ષા પર ભાર
મહિલાઓની સુરક્ષા પર ભાર મુકતા તેમણે મહિલાઓના રેલવે ડબ્બામાં સીસીટીવી કેમેરા રાખવાની જાહેરાત કરી. પરંતુ તેમની ગોપનીયતાનો પણ ખ્યાલ રાખવામાં આવશે, તેવું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે લોઅર સીટ માટેનો કોટા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દિલ્હી મેઘાલયા વચ્ચે સીધી ટ્રેન
દિલ્હી મેઘાલયા વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ કરવાની તેમણે જાહેરાત કરી. આ ઉપરાંત નોર્થ-ઇસ્ટથી રેલવે નેટવર્કમાં વધારો થશે.

9 કોરીડોર પર 200 કિમીની ગતિ
અત્રે નોંધનીય છે કે 9 કોરીડોર પર 160થી 200 કિમીની ગતિથી ટ્રેનોને દોડાવવાની જોગવાઇ પ્રભુના બજેટમાં જોવા મળી

રેલવે ટેકનોલોજી માટે રિસર્ચ સેંટર
બીએચયુ અને આઇઆઇટીમાં રેલવે ટેકનોલોજી માટે રિસર્ચ કરવામાં આવશે. બીએચયુમાં માલવીયના નામ પર રિસર્ચ સેંટર ખોલવામાં આવશે.

સ્વચ્છતા, સુરક્ષા, આધુનિકરણ, સુવિધા
પ્રભુએ જણાવ્યું કે અમારા ચાર લક્ષ્યો છે- સ્વચ્છતા, સુરક્ષા, આધુનિકરણ, સુવિધા. સ્ટેશન અને ગાડીઓની સફાઇ માટે નવા વિભાગ બનાવવામાં આવશે. 17 હજાર બાયો ટોયલેટને લગાવવામાં આવશે.

5 મિનિટમાં ટિકિટ ખરીદી/એસએમએસ/ મોબાઇલ ચાર્જર
5 મિનિટ પહેલા આપ જનરલ ટિકિટ ખરીદી શકશો. ટ્રેન આવ્યાના 15 મિનિટ પહેલા તેમના મોબાઇલ પર એસએમએસ મળી જશે. સ્માર્ટફોનમાં અનારક્ષિત ટિકિટની સુવિધા. તેમજ જનરલ ડબ્બામાં મોબાઇલ ચાર્જરની સુવિધા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
