બિઝનેસ માટે કરોડો રૂપિયાની નોકરી છોડી, જાણો શાર્ક ટેન્ક ફેમ વિનીતા સિંહની સફળતાની કહાની
લોકોનું સપનું હોય છે કે મોટી નોકરી કરે અને કંપનીમાં સારૂ સ્થાન મળે. જો કે આજે આપણે જે મહિલા વિશે વાત કરી રહ્યા છીએ તેણે આનાથી અલગ વિચાર્યુ અને નોકરી છોડીને બિઝનેસમાં ઝંપલાવ્યુ.
સુગર કોસ્મેટિક્સના સીઈઓ વિનીતા સિંહે બિઝનેસ માટે એક મોટી ઈન્વેસ્ટમેન્ટ કંપનીની વાર્ષિક 1 કરોડની જોબ ઓફરને ફગાવી દીધી હતી. માત્ર 23 વર્ષની ઉંમરે વિનીતાએ 1 કરોડ રૂપિયાની પ્લેસમેન્ટ ઓફરને નકારી કાઢી અને પોતાની કંપની શરૂ કરી.

વિનીતાએ આઈઆઈટી અને આઈઆઈએમમાંથી અભ્યાસ કર્યો છે. ધંધામાં ચાલવાની તેમની સફર ઘણી મુશ્કેલ હતી. કોઈપણ ઉદ્યોગસાહસિક જે સમસ્યાઓનો સામનો કરે છે તે તમામ સમસ્યાઓનો પણ વિનીતાએ સામનો કર્યો. પરંતુ તે દરેક મુશ્કેલીને પાર કરતી રહી. આજે તેમની કંપનીનું ટર્નઓવર 500 કરોડ રૂપિયાથી વધુ છે.
વિનીતા નાનપણથી જ અભ્યાસમાં તેજ હતી. તણીનો જન્મ 1983માં ગુજરાતના આણંદ જિલ્લામાં થયો છે. માતા પીએચડી અને પિતા AIIMSમાં પિતા બાયોફિઝિસિસ્ટ છે. આરકે પુરમની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. વિનીતાએ આઈઆઈટી અને આઈઆઈએમમાંથી અભ્યાસ કર્યો છે. માત્ર 23 વર્ષની ઉંમરે તેમને એક ઈન્વેસ્ટમેન્ટ બેંકમાં 1 કરોડ રૂપિયાની નોકરીની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેનો અસ્વીકાર કર્યો અને પોતાનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું.
વિનીતાએ 2007માં પોતાનું પહેલું સ્ટાર્ટઅપ Quetzal શરૂ કર્યું. આ પછી તેણે 2015માં બીજું સ્ટાર્ટઅપ ફેબ-બેગ શરૂ કર્યું. વિનીતાએ તેના પતિ કૌશિક મુખર્જી સાથે મળીને 2015માં ત્રીજું સ્ટાર્ટઅપ સુગર કોસ્મેટિક્સ શરૂ કર્યું હતું. આ સ્ટાર્ટઅપમાં તેને સારી સફળતા મળી. આજે સુગર કોસ્મેટિક્સનું ટર્નઓવર 500 કરોડથી વધુ છે.
બોલિવૂડ સ્ટાર રણવીર સિંહે સપ્ટેમ્બર 2022માં સુગર કોસ્મેટિક્સમાં રોકાણ કર્યું અને તેનો બ્રાન્ડ ઇવેન્જલિસ્ટ બન્યો. Lakme, L'Oreal અને MAC કોસ્મેટિક્સ જેવી વૈશ્વિક બ્રાન્ડ ભારતના કોસ્મેટિક અને મેકઅપ માર્કેટ પર પ્રભુત્વ ધરાવે છે પરંતુ માત્ર પાંચ વર્ષમાં સુગર ભારતની સૌથી ઝડપથી વિકસતી બ્યુટી બ્રાન્ડ બની ગઈ. બ્રાન્ડના 130થી વધુ શહેરોમાં 2500થી વધુ બ્રાન્ડેડ આઉટલેટ છે અને તેની આવક 100 કરોડથી વધુ છે.
વિનીતા સિંહ ફિટનેસ ફ્રીક છે. તેણીએ 20 મેરેથોન અને અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લીધો છે. આ સિવાય તેણે 12 હાફ મેરેથોનમાં પણ ભાગ લીધો છે. તેણીએ ઓસ્ટ્રિયામાં આયર્નમેન ટ્રાયથલોન પૂર્ણ કરી છે. 2018 મુંબઈ મેરેથોનમાં તેણી 6 મહિનાની પ્રેગનન્સી સાથે 21 કિમી દોડી હતી.












Click it and Unblock the Notifications
