રાજ્યોની ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે
નવી દિલ્હી, 9 ઓક્ટોબર : મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી પછી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડો થવાની શકયતા છે. ક્રુડના વૈશ્વિક ભાવમાં નરમાઇને પગલે ડિઝલ પ્રતિ લીટર રૂપિયા 2.50 અને પેટ્રોલ એક રૂપિયો સસ્તુ થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બે રાજયોની ચૂંટણી 15 ઓકટોબરે પુરી થયા પછી ઇંધણના ભાવમા ઘટાડાની જાહેરાત કરાશે. હાલ ચૂંટણીની આચાર સંહિતાને પગલે કોઇ જાહેરાત કરવાનું સરકાર ટાળી રહી છે.

બ્રેન્ટ ક્રુડનો ભાવ બુધવારે 1.35 ડોલર ઘટીને પ્રતિ બેરલ 90.76 ડોલરને સ્પર્શ્યો હતો. જે જુન 2012 પછીનો સૌથો નીચો સ્તર છે. ચાલુ વર્ષે બ્રેન્ટ ક્રુડના ભાવમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં ઓઇલ માર્કેટીંગ કંપનીઓને ડિઝલના વેચાણ પર લીટર દીઠરૂપિયા 1.90નો નફો થતો હતો.
દેશમાં 16 સપ્ટેમ્બરથી ડિઝલના વેચાણ પર નફો થઇ રહ્યો છે છતાં સરકારે ચૂંટણીને કારણે ડિઝલના ભાવ ઘટાડયા નથી. બીજી તરફ પેટ્રોલને જુન 2010માં અંકુશમુકત કરી દેવાયુ હતું. ત્યારથી પેટ્રોલના ભાવમાં ફેરફાર થાય છે.
પહેલી ઓકટોબરે પેટ્રોલ 54 પૈસા સસ્તુ થયું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર 15 ઓકટોબરે તેમાં વધુ ઘટાડાની શકયતા છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે ડીઝલના ભાવની સમીક્ષા 15 ઓકટોબરે કરાશે કે નહી.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
