ક્રુડ તેલમાં ભાવ ઘટાડો નવા ઓઇલ ફિલ્ડ શોધવા ક્ષેત્રે રોકાણ ઘટાડશે
નવી દિલ્હી, 9 જાન્યુઆરી : વૈશ્વિક બજારોમાં ક્રુડ છેલ્લા 5 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું છે. ક્રુડ ઓઇલના ભાવમાં સતત ઘટાડાની નકારાત્મક અસરો વૈશ્વિક અર્થતંત્રના પાયા હચમચાવી શકે છે.
ક્રુડ તેલના ઘટતા ભાવોની લાંબાગાળાની અસરો વિશે વિશ્વ બેંક દ્વારા આર્થિક ક્ષેત્રે હકારાત્મક તેમજ નકારાત્મક પાસાઓ અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે. આગામી એક વર્ષ સુધી ક્રુડ તેલના ભાવમાં ખાસ વધારો જોવા મળે તેવા કોઇ અણસાર જણાતા નથી.

આ અહેવાલમાં વિશ્વ બેંકે જણાવ્યુ છે કે ક્રુડની આયાત કરતા દેશો અને ખાસ કરીને વિકાસશીલ દેશોના અર્થતંત્રો ઉપર ક્રુડના ભાવમાં થયેલા ઘટાડાથી હકારાત્મક અસર જોવા મળશે. વર્ષ 2015ના વર્ષમાં ક્રુડના ભાવ નીચા રહેવાની આશા વિશ્વ બેંકના અધિકારીઓએ વ્યકત કરી હતી.
ક્રુડની આયાત કરતા દેશો માટે તેના નીચા ભાવને પગલે આર્થિક વિકાસ સાધવામાં તેમજ ફુગાવાજન્ય દબાણ નીચુ રાખવામાં સહાયતા મળશે તેમ કહેવામાં આવ્યું છે. બાહ્ય અને નાણાકીય દબાણ પણ ઘટાડી શકાશે.
બીજી તરફ ક્રુડની નિકાસ કરતા દેશો માટે નીચા ભાવ ગંભીર પડકાર ઉભો કરી રહ્યા છે. આવા દેશોનો આર્થિક વિકાસ દર રૂંધાઇ શકે છે. જો ક્રુડના ભાવ હજી નીચા રહેશે તો નિકાસકાર દેશો નવા તેલ ક્ષેત્રો શોધવા માટે મુડીરોકાણ કરવામાં ખચકાટ અનુભવશે તેવી ચેતવણી પણ વિશ્વ બેંકે તેના અહેવાલમાં આપી છે.
ઓછી આવક ધરાવતા દેશો નવા તેલક્ષેત્રો પાછળ મુડી રોકાણમાં વેગ નહી આવે અથવા ક્રુડના સારકામના બિનવૈકલ્પિક સંસાધનો જેવા કે શૈલ ઓઇલ, ટાર એન્ડ અને ઉંડા દરિયામાં સારકામની પ્રવૃતિ પણ મંદ પડવાની ચેતવણી વિશ્વ બેંકે આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
