બદલાઈ ગયા છે પીપીએફ એકાઉન્ડ પ્રી ક્લોઝર રૂલ્સ, આજે જ જાણી લો
ભારતીય ટપાલ વિભાગે 7 નવેમ્બર, 2023 થી અમલમાં આવતા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ માટે સમય પહેલા બંધ કરવાના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારાની જાહેરાત કરી છે.
અહેવાલ અનુસાર, આ ફેરફારો હેઠળ ખાતાધારક અથવા પરિવાર ખાસ સંજોગોમાં પોતાનું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ બંધ કરી શકે છે.

આ શરતો અનુસાર, જો ખાતાધારક અથવા તેના પરિવારના કોઈપણ સભ્યને જીવલેણ બીમારીની સારવાર, ઉચ્ચ શિક્ષણ ખર્ચ અથવા ખાતાધારકના રહેઠાણના સ્થાનમાં ફેરફારને કારણે નાણાંની જરૂર હોય તો ખાતાધારક પોતાનું ખાતું સમય પહેલા બંધ કરાવી શકે છે.
આ સ્થિતિમાં તમે મેડિકલ રિપોર્ટ, એડમિશન પેપર્સ અને જરૂરી ઇમિગ્રેશન પેપર્સનો ઉપયોગ કરીને સરળતાથી દાવો કરી શકો છો.
આ પહેલા નિયમ એવા હતા કે, એકાઉન્ટને સમય પહેલા બંધ થવા પર અથવા એક્સ્ટેંશન પર ખાતામાં મંજૂર વ્યાજ એકાઉન્ટ ખોલવાની તારીખથી સમયાંતરે ખાતામાં જે વ્યાજ જમા કરવામાં આવ્યું છે તેના કરતા 1 ટકા ઓછું હશે.
નિયમો અનુસાર, PPF એકાઉન્ટ ખોલ્યા પછી 5 વર્ષ પહેલાં બંધ કરી શકાતું નથી. આ સિવાય જો તમારે એકાઉન્ટ વહેલું બંધ કરવું હોય તો તમારી પાસેથી વર્તમાન વ્યાજ પર 1 ટકા પેનલ્ટી પણ વસૂલવામાં આવે છે.
જો તમે વિસ્તૃત અવધિ દરમિયાન ખાતું બંધ કરો તો જૂના નિયમ મુજબ, તમારા પીએફ ખાતાની મુદત લંબાવવામાં આવી ત્યારથી તમારે પેનલ્ટી ચૂકવવી પડશે.
હવે નવા નિયમોમાં સ્પષ્ટતા કરાઈ છે કે, જો તમારું PPF એકાઉન્ટ એક્સટેંડેડ પિરિયડમાં છે તો સમય પહેલા બંધ થવાના કેસમાં દરેક 5 વર્ષના બ્લોકની શરૂઆતથી 1 ટકા પેનલ્ટીની ગણતરી કરવામાં આવશે.
આનો અર્થ એ છે કે, જો તમે PPF એકાઉન્ટને 5 વર્ષના દરેક બ્લોકમાં એક કરતા વધુ વખત લંબાવશો તો દંડ ફક્ત તે 5 વર્ષના વિસ્તૃત સમયગાળાની શરૂઆતથી જ લાગશે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ ભારતમાં બચતનું સૌથી લોકપ્રિય માધ્યમ છે. આના પર વાર્ષિક 7.01 ટકા સુધીનું વ્યાજ દર મળે છે. તે દર મહિનાના પાંચમા અને છેલ્લા દિવસની વચ્ચેની ન્યૂનતમ રકમ પર ગણવામાં આવે છે. આના પર મળતું વ્યાજ દર વર્ષે ચક્રવૃદ્ધિ થતું રહે છે, જો તમારી કંપની બદલવાને કારણે એકાઉન્ટ ટ્રાન્સફર થઈ જાય તો પણ તેનાથી કોઈ ફરક પડતો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
