વડાપ્રધાનનું આર્થિક સુધારા પર જોર, ખાનગીકરણને પ્રોત્સાહન
નવી દિલ્હી, 21 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપનો વિધાનસભા ચૂંટણીઓમાં દબદબો ઉભો કર્યા બાદ હવે આર્થિક સુધાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ માટે તેમણે ખાનગીકરણનો પ્રોત્સાહન આપવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી આર્થિક સુધારાને અમલી બનાવવા માટે શિયાળુ સત્ર માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. આગામી સમયમાં સંસદના શિયાળુ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા બાદ આવતા વર્ષે બજેટમાં મહત્વની જોગવાઇઓ કરીને નરેન્દ્ર મોદી સરકાર આર્થિક સુધારાની ગાડી પૂરપાટ ઝડપે દોડાવવા માંગે છે.

નરેન્દ્ર મોદી સરકારે શનિવારે સાંજે સરકારે કેટલાક મહત્ત્વના આર્થિક સુધારા જાહેર કર્યા હતા. જેમાં એક્સ્પ્લોરેશનને પ્રોત્સાહન આપવા નેચરલ ગેસના ભાવમાં વધારો તેમજ ડીઝલના ભાવની અંકુશમુક્તિનો સમાવેશ થાય છે.
હવે આગામી સમયમાં સરકારે બાકી રહેલા તમામ સુધારા આગળ ધપાવવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. ખાતરની સબસિડી આવું જ એક મહત્ત્વનું પગલું છે.
આર્થિક સુધારોની દિશામાં આગળ વધવા માટે સરકારના એજન્ડામાં રોકાણ પ્રવાહમાં વધારો, સુપ્રીમ કોર્ટે રદ કરેલા કોલ બ્લોક્સની નવેસરથી હરાજી, એફએસએલઆરસીની ભલામણો આધારિત નાણાકીય ક્ષેત્રના સુધારા, જીએસટી, વધુ શ્રમ સુધારા અને બિઝનેસને સરળ બનાવવાના વહીવટી પગલાંનો સમાવેશ થાય છે.
રકાર વહીવટી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરકારે નાણાકીય ક્ષેત્રના સુધારા અને નાણાનીતિના નવા માળખા માટે રિઝર્વ બેન્ક સાથે વાટાઘાટ શરૂ કરી દીધી છે. ઉપરાંત, કોલ બ્લોક્સ રદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વીજળીની સ્થિતિ વણસે નહીં એ માટે સરકાર ઝડપી પગલાં લેશે એવો અંદાજ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
