PF એકાઉન્ટ ધારક ધ્યાન આપો, આ ભૂલ ન કરશો, નહિ તો પૈસા ફસાઈ જશે
નોકરી કરતા લોકો માટે પીએફ એકાઉન્ટ ફરજિયાત છે. પીએફ એકાઉન્ટમાં જમા કરાયેલ નાણાં તમારા ભવિષ્યને સુરક્ષિત કરે છે, પરંતુ તમારી નાની ભૂલ તમારા સુરક્ષિત રોકાણને જોખમમાં મૂકી શકે છે.
નોકરી કરતા લોકો માટે પીએફ એકાઉન્ટ ફરજિયાત છે. પીએફ એકાઉન્ટમાં જમા કરાયેલ નાણાં તમારા ભવિષ્યને સુરક્ષિત કરે છે, પરંતુ તમારી નાની ભૂલ તમારા સુરક્ષિત રોકાણને જોખમમાં મૂકી શકે છે. તમારી નાની ભૂલને લીધે, તમારા પીએફના પૈસા ફસાઈ શકે છે. આ ભૂલોમાંની એક ભૂલ એ કે એક યુએએન નંબર હોવા છતાં બીજો યુએએન નંબર બનાવવો. ઘણા લોકો જ્યારે નોકરી બદલે છે ત્યારે તેમની જૂની ઓફિસનો યુનિવર્સલ એકાઉન્ટ (UAN) નંબર નવી કંપનીમાં નથી આપતા અને નવું પીએફ એકાઉન્ટ ખોલાવે છે. જેના કારણે નવો યુએએન જનરેટ થાય છે. તમને જણાવીએ કે આનાથી શું નુકસાન થાય છે...
આ પણ વાંચો: મિસ્ડ કોલ અને SMS દ્વારા આ રીતે લો PF વિશેની માહિતી, આ છે નંબર

બે યુએએન નંબર હોવાનું નુકસાન
જો બે જુદા જુદા યુએએન નંબર્સ છે, તો તમને તમારા એકાઉન્ટની વિગતો જોવામાં મુશ્કેલી આવી શકે છે. વિવિધ યુએએન હોવાના કારણે, તમે તમારા જૂના પીએફ એકાઉન્ટની ડીટેલ જોઈ શકતા નથી અને તમારું જૂનું ફંડ ફસાયેલું રહી શકે છે. તમે બંને યુએએન નંબર મર્જ નહીં કરો ત્યાં સુધી તમે તેને ટ્રાન્સફર પણ કરી શકતા નથી.

યુએએન નંબર કેવી રીતે મર્જ કરવો
યુએએન નંબર મર્જ કરવાના ઘણા રસ્તાઓ છે. તમે તેને ગમે તે રીતે મર્જ કરી શકો છો. પ્રથમ તે છે કે તમારે તમારી હાલની કંપની સાથે સાથે ઇપીએફઓને પણ જાણ કરવી પડશે. તમે તેને uanepf@epfindia.gov.in પર તમારા જૂના અને નવા યુએએન નંબર બંનેને ભરી મેઈલ કરી શકો છો. ઇપીએફઓ તમારા યુએએન નંબરને વેરીફાઈ કરશે અને જૂના યુએએન નંબરને બ્લોક કરશે અને પછી તમે જૂના ખાતાની રકમને નવા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરી શકો છો.

આ રીતે પણ કરી શકો છો
જો તમારું પીએફ એકાઉન્ટ અને યુએન એકબીજા સાથે લિંક છે, તો તમે તમે ઇપીએફઓ વેબસાઇટ દ્વારા UAN ને મર્જ કરી શકો છો. આ માટે તમારે એમ્પ્લોયી વન ઇપીએફ એકાઉન્ટ પર ક્લિક કરવું પડશે. તમારે તમારા નોંધાયેલા મોબાઇલ નંબર, યુએન નંબર અને કંપની આઈડી ભરવા પડશે. ઓ.ટી.પી. ભર્યા પછી, જૂના પીએફ ખાતાની માહિતી ભરવી પડશે. ત્યાં ઇપીએફઓ પોર્ટલને તમારે જૂના પીએફ એકાઉન્ટને ટ્રાન્સફર કરવા રિકવેસ્ટ કરવી પડશે. તમારા ટ્રાન્સફર ક્લેમને વેરીફાઈ કર્યા પછી, તમારે યુએએનને લિંક કરવાની રિકવેસ્ટ કરવી પડશે. ટ્રાન્સફર પ્રક્રિયા પછી, ઇપીએફઓ તમારા અગાઉના યુએએનને બ્લોક કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
