ભારતની સરખામણીમાં નેપાળ-પાકિસ્તાનમાં આ છે પેટ્રોલનો ભાવ
કર્ણાટકની ચૂંટણી બાદ જે રીતે દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે. પેટ્રોલના વધતા ભાવથી લોકો પરેશાન છે, તો ડીઝલના ભાવ ખેડૂતો અને ટ્રાન્સપોટર્સને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.
કર્ણાટકની ચૂંટણી બાદ જે રીતે દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે. પેટ્રોલના વધતા ભાવથી લોકો પરેશાન છે, તો ડીઝલના ભાવ ખેડૂતો અને ટ્રાન્સપોટર્સને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 76.87 રૂપિયા થઈ ચૂક્યો છે, તો મુંબઈમાં ભાવ 84.70 પૈસા પહોંચી ચૂક્યો છે. આ ઉપરાંત ભોપાલ અને બિહારમાં પણ પેટ્રોલ 80ને પાર છે. ભોપાલમાં પેટ્રોલનો ભાવ 82.47 રૂપિયા અને બિહારમાં 82.35 રૂપિયા પ્રતિ લિટર છે.
આ દરમિયાન એ વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર ફક્ત ભારત પર પડી રહી છે કે પછી પાડોશી દેશને પણ આ મુશ્કેલી સતાવી રહી છે. તો જુઓ પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ ભારત કરતા વધારે છે કે પછી ઓછો ?

નેપાળમાં શું છે હાલ ?
સૌથી પહેલા નજર કરીએ નેપાળમાં પેટ્રોલ ડીઝલના ભાવ પર. ભારતની સરખામણીએ નેપાળમાં ડીઝલ અને પેટ્રોલ બંનેના ભાવ ઘણા વધારે છે
- નેપાળમાં ડીઝલ-પેટ્રોલનો ભાવ (22-05-2018)
- ડીઝલ- 90.50 નેપાળી રૂપિયા પ્રતિ લિટર
- પેટ્રોલ- 108.50 નેપાળી રૂપિયા પ્રતિ લિટર

બાંગ્લાદેશમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ
નેપાળ બાદ જોઈએ બાંગ્લાદેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભારત કરતા વધારે છે કે પછી ઓછા છે. આશ્ચર્યજનક વાત એ છે કે બાંગ્લાદેશમાં છેલ્લા 2 વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા જ નથી. બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનની વેબસાઈટ અનુસાર પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લે 24 એપ્રિલ 2016માં બદલાયા હતા
- બાંગ્લાદેશમાં ડીઝલ અને પેટ્રોલનો ભાવ (22-05-2018)
- ડીઝલ- 65 ટકા પ્રતિ લિટર (હાઈસ્પીડ ડીઝલ)
- પેટ્રોલ- 89 ટકા પ્રતિ લિટર (હાઈ ઑક્ટોન) 86.00 ટકા પ્રતિ લિટર (સામાન્ય પેટ્રોલ)

શ્રીલંકામાં ડીઝલ અને પેટ્રોલના ભાવ
બાંગ્લાદેશ બાદ જોઈએ શ્રીલંકામાં શું સ્થિતિ છે. શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારત કરતા ખૂબ જ વધારે છે. સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનની વેબસાઈટ પ્રમાણે શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ 130 રૂપિયા કરતા પણ વધુ છે.
- શ્રીલંકામાં ડીઝલ અને પેટ્રોલનો ભાવ (22-05-2018)
- ડીઝલ- લંકા ઓટો ડીઝલ 109 શ્રીલંકન રૂપિયા પ્રતિ લિટર
- લંકા સુપર ડીઝલ 4 સ્ટાર 119 શ્રીલંકન રૂપિયા પ્રતિ લિટર
- પેટ્રોલ- લંકા પેટ્રોલ 92 ઓક્ટેન 137 શ્રીલંકન રૂપિયા પ્રતિ લિટર
- લંકા પેટ્રોલ 95 ઓક્ટેન 148 શ્રીલંકન રૂપિયા પ્રતિ લિટર

પાકિસ્તાનમાં ડીઝલ અને પેટ્રોલનો ભાવ
પાકિસ્તાન અને ભારતના પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈ ખૂબ જ સરખામણી થાય છે. જોઈએ પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલનો શુ ભાવ છે
- પાકિસ્તાનમાં ડીઝલ અને પેટ્રોલનો ભાવ (22-05-2018)
- ડીઝલ- 98.76 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર
- પેટ્રોલ- 87.70 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર

કેન્દ્ર સરકાર પર ઓઈલના ભાવ ઓછા કરવાનું દબાણ
હવે જો સરખામણી કરીએ તો ભારતની સામે ફક્ત બાંગ્લાદેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે. બાકી દેશોમાં ભારતની સરખામણીએ ભાવ વધુ છે. જો કે કેન્દ્ર સરકાર પર આ ભાવ ઓછા કરવાનું દબાણ છે, પરંતુ સરકાર ઓઈલ કંપનીઓની મનમાની સામે સાવ બેબસ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન







Click it and Unblock the Notifications
