વિરોધ છતાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
યોગગુરુ રામદેવ બાબાએ પણ કર્યો પેટ્રોલની કિંમતના વધારાનો વિરોધ
પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા, સરકાર પૂરી રીતે પેટ્રોલ પદાર્થોની કિંમતોને નાથવામાં વિફળ રહી. આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં આજે 0.15 પૈસાના વધારા સાથે પેટ્રોલ 81.27 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે. જ્યારે ડીઝલ આજે 0.06 પૈસાના વધારા સાથે 79.26 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાય દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે.

દિલ્હી-મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલ 15 પૈસાના વધારા સાથે 82.06 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે જ્યારે ડીઝલ 6 પૈસાના વધારા સાથે 76.33 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચ્યું છે. જ્યારે મુંબઈમાં 15 પૈસાના વધારા સાથે પેટ્રોલ 89.44 અને 7 પૈસાના વધારા સાથે ડીઝલ 78.33 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે.

વિપક્ષનો હુમલો
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતોને પગલે વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યું છે, પરંતુ તેની પણ તેલ કંપનીઓ પર કંઈ ખાસ અસર ન પડી અને પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી જ રહી છે. કોંગ્રેસે વધારાની વિરુદ્ધમાં 10મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન પણ કર્યું હતું દરમિયાન વધતી કિંમતો વિરુદ્ધ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું, કેટલીય જગ્યાઓ પર હિંસાના મામલા પણ સામે આવ્યા હતા.

રામદેવ પણ સરકાર વિરુદ્ધ
ઉલ્લેખનીય છે કે વધતી કિંમતો વિરુદ્ધ ખુદ ભાજપ સમર્થન યોગ ગુરુ રામદેવે પણ કહ્યું હતું કે સરકારે મોંઘવારી ઘટાડવી પડશે. એમણે સરકારને ચેતાવણી આપતા કહ્યું કે જો આ મોંઘવારી ઘટાડવામાં નહી આવે તો આ મોંઘવારીની આગ એમને જ લઈ ડૂબશે. સાથે જ રામદેવે કહ્યું કે 2019માં મોદી સરકારનો પ્રચાર નહી કરું. કહ્યું કે 2019 સુધીમાં પેટ્રોલની કિંમતો ઘટાડી લે નહિતર ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
