નવા વર્ષે મળશે મોટી રાહત, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે 10 રૂપિયાનો ઘટાડો
petrol-diesel price: નવા વર્ષે મોદી સરકાર જનતાને મોંઘવારીના મારમાંથી મુક્તિ આપવા માટે મોટી ભેટ આપી શકે છે. મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે.
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર ખનીજ તેલની કિંમતમાં ભારે ઘટાડો કરવાનો રોડમેપ બનાવવા માટે ગત દિવસોમાં પીએમઓ, નાણા વિભાગ અને પેટ્રોલિયમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકમાં ચર્ચા થઇ છે.

આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાના વિવિધ ફોર્મ્યુલા અને વિકલ્પો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાનો બોજ સરકાર અને ખનીજ તેલ કંપનીઓ બંને સંયુક્ત રીતે ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 22 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ - ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) અનુસાર, આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 96.72 અને ડીઝલનો ભાવ રૂપિયા 89.62 પ્રતિ લીટર છે. આ સાથે આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 106.03 રૂપિયા છે.
ક્રૂડ ઓઈલ મોંઘુ થયા બાદ ઓઈલ કંપનીઓ બમ્પર નફો કરી રહી છે. 2022માં ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર 17 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર પ્રતિ લીટર 35 રૂપિયા સુધીનું નુકસાન થઈ રહ્યું હતું, પરંતુ ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે, અને તેલ કંપનીઓ પેટ્રોલ પર પ્રતિ લીટર 8 થી 10 રૂપિયા અને ડીઝલ પર 3 થી 4 રૂપિયા પ્રતિ લીટરનો નફો કરી રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો - ક્રૂડ ઓઈલની કિંમત તેના 52 સપ્તાહના નીચલા સ્તરની આસપાસ છે. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 76 ડોલર આસપાસ છે, અને WTI ક્રૂડ પ્રતિ બેરલ 71 ડોલર આસપાસ છે. આ અઠવાડિયે ક્રૂડ ઓઈલમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે ઓછી માંગ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, કાચા તેલની કિંમત ભવિષ્યમાં પણ નીચી રહી શકે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
