સતત 9મા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
સોમવારે પેટ્રોલની કિંમતોમાં 31 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 39 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, સોમવારે પેટ્રોલની કિંમતોમાં 31 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 39 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમતો 79.15 જ્યારે ડીઝલની કિંમત 71.15 રૂપિયા પહોંચી ગઈ છે. આ નવા રેટની સાથે ડીઝલના ભાવ ફરી એકવાર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. વધેલ તેલની કિંમતોએ ફરી એકવાર લોકોને પરેશાન કર્યા છે, જો કે સરકારને આશા છે કે ક્રૂડની વૈશ્વિક કિંમતોમાં તેજી અલ્પકાલિન હશે અને જલદી જ ભાવ ઘટશે.

મેટ્રો સિટીના છે આવા હાલ
દિલ્હી ઉપરાંત માયાનગરી મુંબઈમાં પેટ્રોલના ભાવ રેકોર્ડતોડ સ્તરે પહોંચી ગયા છે, અહીં આજે પેટ્રોલ 86.56 રૂપિયા પ્રતિ લિટર પર વહેંચવામાં આવી રહ્યું છે, જ્યારે ડીઝલ 75.54 રૂપિયા પ્રતિ લિટરની સપાટી પર પહોંચ્યું છે જ્યારે કોલકત્તામાં પેટ્રોલ 82.06 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 74 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યું છે.
|
કેમ વધી રહી છે કિંમતો
રૂપિયામાં નબળાઈ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ડૉલરના મુકાબલે રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને પગલે તેલ કંપનીઓની લાગતમાં વધારો થઈ રહ્યો છે, માર્કેટની જાણકારી રાખનારોનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં હાલ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી જણાઈ રહી.













Click it and Unblock the Notifications
