10માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લાગી આગ, જાણો તમારા શહેરના રેટ
પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સતત 10માં દિવસે વધ્યા છે. જાણો તમારા શહેરના રેટ.
Petrol, Diesel Prices Raised In Delhi-Mumbai, Check Rates in Yours City: પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સતત 10માં દિવસે વધ્યા છે. ગુરુવારે સવારે રાજધાની દિલ્લીમાં પેટ્રોલ 34 પૈસા મોંઘુ થયુ છે. આ વધારા સાથે રાજધાનીમાં પેટ્રોલની કિંમત 89.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. વળી, ડીઝલની કિંમતમાં 32 પૈસાનો વધારો થયો છે ત્યારબાદ ડીઝલને રેટ 80.27 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 96 રૂપિયા પહોંચી ગયા છે.

મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિંમત(Indian Oil ની વેબસાઈટ પર આધારિક રેટ)
દિલ્લી: 89.54 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 96.00 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 90.78 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ : 91.68 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 97.52 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 92.54 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 88.06 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 86.74 રૂપિયા પ્રતિ લિટર
મુખ્ય શહેરોમાં ડીઝલના ભાવ(Indian Oilની વેબસાઈટ પર આધારિત રેટ)
દિલ્લી: 79.95 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 86.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 83.54 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 88.15 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 84.75 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 80.33 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 86.17 રૂપિયા પ્રતિ લિટર
આ રીતે જાણો તમારા શહેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરો અથવા પોતાના મોબાઈવમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને એસએમએસ પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ હશે. જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.
PM મોદીએ કહી આ વાત
પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ પણ નિવેદન આવ્યુ છે. બુધવારે પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં એક કાર્યક્રમમાં પૂર્વની સરકારોને આ માટે જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસની સરકારોએ દેશની ઉર્જાની આયાત પર નિર્ભરતાને ઘટાડવા પર ધ્યાન આપ્યુ નહિ. જો પહેલાની સરકારોએ ઉર્જાની આયાતની નિર્ભરતા પર ધ્યાન આપ્યુ હોત તો મધ્યમ વર્ગને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડત. જો કે સરકારને આશા છે કે ક્રૂડ ઓઈલન વૈશ્વિક કિંમતો ઝડપથી અલ્પકાલિન થશે અને જલ્દી તેમાં ઘટાડો આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
