Fuel Rates: ઈંધણના નવા ભાવ જાહેર, 32 દિવસમાં 8.41 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ
બુધવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી.
નવી દિલ્લીઃ બુધવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. મંગળવારે પેટ્રોલની કિંમતોમાં 29 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 24 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે ઈંધણના ભાવ સ્થિર હતા. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો રોજ સવારે જાહેર થાય છે.

પેટ્રોલના ભાવમાં 8.41 રૂપિયા પ્રતિ લિટરનો વધારો
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 4 મે સુધી અત્યાર સુધી 32 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પણ વધ્યા છે. ક્રૂડનો ભાવ 76.39 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે 4 મે બાદથી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 8.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 8.45 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે. આજે રાજસ્થાનની રાજધાની જયપુરમાં કિંમત 105.54 રૂપિયા પ્રતિ લિટર જઈ પહોંચી છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 98.81 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 104.90 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.80 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 98.64 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 102.11 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.66 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 100.81 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 102.69 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 105.54 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 95.97 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 89.18 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.72 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.72 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.03 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.03 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.54 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.52 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.20 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.29 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 89.59 રૂપિયા પ્રતિ લિટર












Click it and Unblock the Notifications
