સતત 21મા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજના રેટ
છેલ્લા 21 દિવસથી પેટ્રલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ કરતાં ડીઝલ વધુ મોંઘુ થઇ ગયું છે.
દુનિયાભરના દેશોમાં લૉકડાઉનને પગલે અર્થતંત્ર નબળું પડી રહ્યું છે, તેવામાં અમેરિકા સહિત મોટાભાગના દેશોમાં ક્રૂડ ઓઇલની કિંમતો માઇનસ પર પહોંચી ગઇ હતી ત્યારે ભારતમાં તેનાથી એકદમ વિપરીત પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી છે. આજે સતત 21મા દિવસે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી છે, જેને લઇ વિપક્ષ પણ સરકાર પર હુમલાવર થયું છે. સરકાર પર કપરા સમયે પણ પેટ્રોલ ડીઝલમાંથી પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઇએ કે આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 24 પૈસા જેટલો ભાવ વધારો નોંધાયો છે. અહીં વિસ્તૃત જાણો તમારા શહેરમાં શું રેટ છે..

અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના રેટ
અમદાવાદમાં આજે પેટ્રોલ અને ડીઝલના રેટમાં ભાવ વધારો નોંધાયો છે. અમદાવાદમાં આજે 24 પૈસાના ભાવ વધારા સાથે પેટ્રોલ 77.86 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે, જ્યારે ડીઝલ પેટ્રોલથી માત્ર 14 પૈસા જ પાછળ છે. અમદાવાદમાં આજે 20 પૈસાના ભાવ વધારા બાદ ડીઝલ 77.72 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલને પાછળ છોડી ડીઝલ વધુ મોંઘુ થઇ ગયું છે. દિલ્હીમાં આજે પેટ્રોલમાં 25 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલમાં 21 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 80.38 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 80.40 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે.

મુંબઇમાં પેટ્રોલની કિંમત
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. મુંબઇમાં આજે પેટ્રોલની કિંમતમાં 23 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે મુંબઇમાં પેટ્રોલ 87.14 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 78.71 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
