દિલ્લીમાં ફરીથી 100 રૂપિયાને પાર પહોંચ્યુ પેટ્રોલ, ડીઝલ પણ થયુ મોંઘુ, જાણો તમારા શહેરના રેટ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકવાર ફરીથી વધારો કરવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકવાર ફરીથી વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઈંધણ કંપની ઈન્ડિયન ઑઈલ કૉર્પોરેશને મંગળવારે પેટ્રોલના ભાવમાં 80 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 70 પૈસા પ્રતિ લિટરનો વધારો કરી દીધો છે. આ વધારા બાદ રાજધાની દિલ્લીમાં પેટ્રોલની કિંમત એકવાર ફરીથી 100 રૂપિયાને પાર જતી રહી છે. વળી, દિલ્લીમાં હવે ડીઝલના નવા રેટ 91.47 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે જ્યારે પેટ્રોલના નવા રેટ 100.21 રૂપિયા પ્રતિ લિટર છે.

22 માર્ચથી સતત વધી રહ્યા છે ભાવ
તમને જણાવી દઈએ કે દેશમાં 22 માર્ચ બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર 24 માર્ચને છોડીને રોજ ઈંધણના ભાવ વધી રહ્યા છે. 22 માર્ચ સુધી દિલ્લીમાં પેટ્રોલના ભાવ 95 રૂપિયા પ્રતિ લિટર આસપાસ હતા. એવામાં છેલ્લા 7 દિવસની અંદર પેટ્રોલ 5 રૂપિયા સુધી મોંઘુ થઈ ગયુ છે. સોમવાર સુધી પેટ્રોલની કિંમત 99.41 રૂપિયા પ્રતિ લિટર હતી. વળી, ડીઝલની કિંમત 90.77 રૂપિયા પ્રતિ લિટર હતી.
એનસીઆરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ કોલકત્તામાં પેટ્રોલ 108.53 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે જ્યારે ડીઝલની કિંમત 93.57 રૂપિયા પ્રતિ લિટર છે. દિલ્લી પાસે નોઈડામાં પેટ્રોલના નવા રેટ 100.02 રૂપિયા પ્રતિ લિટર છે. વળી, ડીઝલની કિંમત 91.56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. ગુરુગ્રામમાં પેટ્રોલના રેટ 100.59 રૂપિયા પ્રિત લિટર છે અને ડીઝલના રેટ 91.82 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. યુપીની રાજધાની લખનઉમાં પેટ્રોલના નવા રેટ 100.56 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 91.62 રૂપિયા પ્રતિ લિટર છે.












Click it and Unblock the Notifications
