પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે દિવસ પછી ફરીથી કરાયો વધારો, જાણો કિંમત
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા સતત બે દિવસથી કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નહોતો.
Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા સતત બે દિવસથી કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નહોતો. સરકારી ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલમાં પ્રતિ લિટર 26 પૈસા અને અને ડીઝલના ભાવમાં 33 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયામાં ડોમેસ્ટીક માર્કેટમાં સતત ચાર દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો. છેલ્લા બે દિવસ ઈંધણમાં કોઈ વધારો કરાયો નહોતો. જો કે ગયા સપ્તાહે ક્રૂઈ ઓઈલના બજામાં તેજીના સંકેત મળ્યા હતા. ક્રૂડ ઓઈલનુ સૌથી મોટુ ગ્રાહક ભારત હાલમાં કોરોનામાં સપડાયેલુ છે તેમછતાં અમેરિકા અને યુકેમાં ઈંધણનુ વેચાણ નવા રેકૉર્ડ પર છે.

સોમવારે દિલ્લીમાં પેટ્રોલ 91.53 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 82.06 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ છે. મુંબઈમાં પેટ્રોલ 97.86 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.17 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નઈમાં 93.60 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.96 રૂપિયા પ્રતિ લિટર જ્યારે કોલકત્તામાં પેટ્રોલ 91.66 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 84.90 રૂપિયા પ્રતિ લિટર છે. અમદાવાદમાં પેટ્રોલ 88.70 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.08 રૂપિયા પ્રતિ લિટર છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી હતી માટે ક્રૂડ ઓઈલ મોંઘુ થવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો. પરંતુ હવે ભાવ વધવાના શરૂ થઈ ગયા છે. ચૂંટણી પછી પાંચ દિવસમાં જ પેટ્રોલ 1.16 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયુ છે. વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
