અક્ષય તૃતિયા : પેટીએમ (PAYTM) 1 રૂપિયામાં સોનું વેચે છે!
આપણે જેમ ધનતેરસનું મહત્વ છે તેમ દક્ષિણ ભારતમાં અક્ષય તૃતિયાનું. ત્યારે આજે અક્ષય તૃતિયા પર પેટીએમ 1 રૂપિયામાં સોનું વેચે છે. જાણો વધુ અહીં.
દક્ષિણ ભારતમાં અક્ષય તૃતિયાનું ધનતેરસ જેટલું જ મહત્વ છે. આ દિવસે મોટા પ્રમાણમાં લોકો સોનામાં ખરીદી કરે છે. તેવામાં પેટીએમ એક જોરદાર ઓફર લઇને આવ્યું છે. જે દ્વારા તમે પણ પેટીએમથી સોનાની ખરીદી કરી શકો છો. પેટીએમના યુઝર્સ તેમના પેટીએમ વોલેટ દ્વારા ખાલી 1 રૂપિયામાં સોનુ ખરીદી શકે છે. તો જો તમે પણ આ ઓપરનો લાભ લેવા માંગતા હોય કે આ અંગે વધુ જાણવા ઇચ્છો છો તો વાંચો આ લેખ...

શું છે સ્કીમ?
પેટીએમ એક નવી સ્ક્રીમ શરૂ કરી છે જેનું નામ છે ડિઝિટલ ગોલ્ડ સ્કીમ. આ દ્વારા તમે પોતાના પેટીએમ વોલેટથી 24 કેરેટ એટલે કે 99.99 ટકા શુદ્ધ સોનાની ખરીદી કરી શકો છો. આ સ્કીમની ખાસ વાત એ છે કે તમે 1 રૂપિયામાં પણ સોનું ખરીદી શકો છો. અને તેને તમારા પેટીએમ વોલેટમાં સ્ટોર કરી શકો છો. જેમ તમે પૈસા રાખો છો તેમ જ. આ સ્કીમ એક ગોલ્ડ ઇટીએફ ખરીદવા જેવી છે.

પેટીએમ
આ સ્કીમને સફળ બનાવવા માટે પેટીએમ એ MMTC (Metals and Minerals Trading Corporation of India) અને PAMP (Produits Artistiques Metaux Precieux) ની સાથે પાર્ટનરશીપ કરી છે. MMTC જ્યાં ભારતીય કંપની છે ત્યાં જ PAMP સ્વિટ્ઝરલેન્ડની કંપની છે.

સોનાની હોમ ડિલેવરી
આ સાથે જ તમે આ સ્કીમમાં તમે સોનુ ખરીદો છો તો તમને તેની હોમ ડિલેવરી પણ મળશે. તમે ઇચ્છો તો સોનું પીટીએમમાં સ્ટોર કરો કે પછી તેને સિક્કા સ્વરૂપે ખરીદી ઘરે હોમ ડિલેવરી મંગાવો. કે પછી તમે તમારા વેલેટ દ્વારા તેને વેંચી પણ શકો છો. જો કે ધ્યાનમાં રાખવા જેવી વાત એ પણ છે કે સોનાના સિક્કામાં ભાવમાં ફરક હશે કારણ કે તેમાં મેંકિંગ ચાર્ઝ જોડવાથી તેનો ભાવ વધારે હશે.

કેવી રીતે ખરીદવું?
પેટીએમ સોનું ખરીદવું કોઇ મોબાઇલ રિચાર્જ કરવા જેટલું જ સરળ છે. પહેલા પેટીએમમાં લોગિન કરો. તે પછી પેટીએમ 'ગોલ્ડ પોવર્ડ બાય MMTC-PAMP' પર જાવ. જો તમને પેટીએમમાં આ વિકલ્પ ના દેખાય તો તમે પેટીએમ અપડેટ કરાવો.

સોનું ખરીદવું
ગોલ્ડ વિકલ્પ પર ક્લિક કરવા પહેલા તમને બે વિકલ્પ દેખાશે. એક વિકલ્પમાં બાય ગોલ્ડ અને બીજામાં સેલ ડિલેવરી. જો તમે પહેલો વિકલ્પ પસંદ કરશો તો તમે ગોલ્ડ ગ્રામ કે રૂપિયા મુજબ ખરીદી શકશો. તે પછી તમારું નામ, ક્ષેત્ર અને પિન કોડ નાંખવું પડશે. પ્રક્રિયા પૂરી થયા પછી તમે ગોલ્ડ ખરીદી શકશો.

શરૂઆતી રાશિ 1 રૂપિયો
આ હેઠળ તમે તમારા વેલેટ પર મળેલી લિમીટ મુજબ સોનું ખરીદી શકશો. ઓછામાં ઓછું 1 રૂપિયામાં પણ તમે સોનુ ખરીદી શકશો. તમે રૂપિયા કે ગ્રામના હિસાબે લાઇવ રેટ મુજબ સોનું ખરીદી શકશો. લાઇવ રેટનો મતલબ 99.99 ટકા શુદ્ધ સોનાની પ્રતિ ગ્રામના હિસાબથી ભારતીય રૂપિયામાં તેનો ભાવ તમને મળશે. અને સોના પર લાગતી ડ્યૂટી પણ સામેલ હશે. જો કે ટેક્સ, મેકિંગ ચાર્જ અને ડિલીવરી ચાર્જ જોડાયેલા નહીં હોય.

50 હજાર રૂપિયા
સોનું ખરીદતી વખતે તમારે ધ્યાન રાખવું પડશે કે તમે 50,000 રૂપિયાથી વધુનું સોનું ના ખરીદો. જો તમે તેમ કરો છો તો તમારે કેવાયસી જાણકારી આપવી પડશે. અને 2 લાખ રૂપિયાથી વધુના ટ્રાંજેક્શન પર પાનકાર્ડ પણ આપવો પડશે.

લાઇવ રેટ
પેટીએમમાં સોનુ ખરીદવા અને વેચવા માટે તમારે લાઇવ રેટ પર ખાસ ધ્યાન રાખવું પડશે. સ્કીન પર તમને લાઇવ રેટ દેખાશે. જો કે ટ્રાંજેક્શન પૂર્ણ કરવા માટે તમારી પાસે ખાલી 6 મિનિટ હશે. અને તે વચ્ચે જો તમે સોનું નથી ખરીદી શકતા તો તમારે પેજની ફરી રિફ્રેશ થઇ નવા લાઇવ રેટ પ્રમાણે બિલિંગ કરવું પડશે.

વધુ વાંચો :
શું તમે આ અક્ષય તૃતિયા પર સોનુ ખરીદવા માંગો છો. તો સોનું ખરીદતા પહેલા જાણી લો આ 6 વાતો. જેથી તમે સોનું ખરીદતા છેતરાવ નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
