Pan Card : ઘરે બેઠા ઓનલાઈન પાન કાર્ડ કઢાવી શકો છો, જાણો કેવી રીતે?
હવે પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલવાથી લઈને તમામ રૂપિયાને લગતા વ્યવહારો માટે ફરજીયાત થઈ ગયો છે. પાન કાર્ડ દરેક નાગરિક માટે ખૂબ જ ઉપયોગી છે.
સરકાર પાન કાર્ડ દ્વારા તમારી આવક અને ખર્ચ સંબંધિત તમામ વિગતો પર નજર રાખે છે. મોટાભાગના કામોમાં પાન કાર્ડનો ઉપયોગ થાય છે. દરેક કામ માટે તમારે પાન કાર્ડની જરૂર હોય છે ત્યારે તમે ઘરેથી કઢાવી શકો છો.

જો તમારી પાસે પાન કાર્ડ નથી અને બનાવવા માંગો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે સરળતાથી પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આજે અમે તમને પાન કાર્ડ માટે આવેદન કરવાની પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ.
પાન કાર્ડ કઢાવવા માટે તમારે આવકવેરા વિભાગના ટેક્સ ઇન્ફોર્મેશન નેટવર્કની સત્તાવાર વેબસાઇટ http://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર જવાનું રહેશે.
અહીં તમારે નવું પાન કાર્ડ બનાવવુ સર્ચ કરવાનું રહેશે. તમારા માટે તે ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેની શ્રેણી વ્યક્તિગત છે કે સંસ્થાની.
તમારે તમારી મહત્વપૂર્ણ માહિતી NSDL વેબસાઇટ પર ખૂબ જ કાળજીપૂર્વક ભરવાની રહેશે. આ માહિતીમાં તમારું નામ, અટક, શીર્ષક અને જન્મ તારીખનો સમાવેશ થાય છે. તમારે બધી માહિતી ખૂબ જ કાળજીપૂર્વક ભરવાની છે, જેથી કરીને કોઈપણ પ્રકારની ભૂલ ન થાય.
તેના પર તમારે તમારું ઈમેલ આઈડી પણ લખવાનું રહેશે. આ સાથે તમારે તમારો મોબાઈલ નંબર પણ આપવો પડશે. આ પછી તમારે એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે.
આ પછી તમારે સરકારી ફી ચૂકવવી પડશે. જો તમે સામાન્ય પાન કાર્ડ બનાવો છો તો તમારે લગભગ 93 રૂપિયા ફી ચૂકવવી પડશે. વિદેશી નાગરિકો માટે આ ફી અલગ છે.
તમે ઓનલાઈન મોડમાં પેમેન્ટ કરી શકો છો. જો તમે ઇચ્છો તો ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા પણ ફી ચૂકવી શકો છો. આ પછી તમારે જરૂરી દસ્તાવેજો પણ મોકલવાના રહેશે. તમારા દ્વારા મોકલવામાં આવેલ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન થઈ જશે ત્યારે વેરિફિકેશન પછી તમને પાન કાર્ડ આપી દેવાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
