pan card update : નકામુ થઈ શકે છે તમારૂ PAN કાર્ડ, આજે જ આ પગલા ભરો અને મુશ્કેલીથી બચો
pan card update : જો તમે આધાર એનરોલમેન્ટ IDના આધારે PAN કાર્ડ બનાવ્યું છે તો આ સમાચાર તમારા માટે છે. CBDT (Central Board of Direct Taxes) દ્વારા જારી કરાયેલા નવા આદેશ પ્રમાણે તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે. આમ થતુ અટકાવવા 31 ડિસેમ્બર 2025 પહેલા તમારે કેટલાક કામ કરી લેવા પડશે.
CBDT દ્વારા એક નવો સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે જે ખાસ કરીને તે લોકોને લગુ પડે છે જેમણે પોતાના પાન કાર્ડ માટે આધાર એનરોલમેન્ટ IDનો ઉપયોગ કર્યો હતો.

આ પ્રકારના કાર્ડધારકો માટે CBDTએ સ્પષ્ટ કર્યું છે કે તેમને 31 ડિસેમ્બર 2025 પહેલા પોતાના અસલ આધાર નંબરને પાન કાર્ડ સાથે અપડેટ કરવો ફરજિયાત છે.
આ નિયમ ખાસ કરીને એ તમામ લોકોને લાગુ પડે છે જેમણે 1 ઓક્ટોબર, 2024 અથવા તે પહેલાં આધાર નોંધણી IDના આધારે પાન કાર્ડ મેળવ્યું છે. તેમણે સમયમર્યાદા પૂરી થાય તે પહેલા પોતાના પાન કાર્ડમાં મૂળ આધાર નંબર અપડેટ કરવો જરૂરી છે.
CBDTએ જણાવ્યું છે કે, જે વ્યક્તિઓને 1 ઓક્ટોબર 2024 પહેલા દાખલ કરાયેલ અરજી ફોર્મના નોંધણી IDના આધારે PAN ફાળવવામાં આવ્યું છે તેમણે તેમના આધાર નંબરની જાણ CBDTના પ્રિન્સિપલ સિસ્ટમ ડાયરેક્ટર જનરલ અથવા અન્ય નિયુક્ત અધિકારીને 31 ડિસેમ્બર, 2025 પહેલા કરવી જરૂરી છે.
જો આ સમયમર્યાદા સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય (Inactive) થઈ શકે છે. તેનાં ઘણા ગંભીર પરિણામો હોઈ શકે છે.
- આવકવેરા રિટર્ન (ITR) માન્ય નહીં રહે
- ટીએસડી / ટીસીએસ વધુ દરે કપાશે
- ફોર્મ 15G અને 15H ભરવા અસમર્થતા
- ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવામાં વિલંબ
- મુદ્રાકોશ, બેંકિંગ અને અન્ય નાણાકીય સેવાઓમાં વિક્ષેપ
ભારત સરકાર દ્વારા પહેલથી જ આધાર અને પાન લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 નક્કી કરવામાં આવી હતી. આ સમયમર્યાદા પહેલા નાગરિકોને આ સેવા મફતમાં આપવામાં આવી હતી. જોકે, હવે પાન અને આધાર લિંક કરવા 1000 રૂપિયા દંડ ચૂકવવો પડે છે.
જો કે જેઓએ આધાર એનરોલમેન્ટ IDના આધારે PAN મેળવ્યું છે તેઓ આ પ્રક્રિયા કોઈપણ ફી વગર પૂર્ણ કરી શકે છે.
આ નવી નીતિ પાન કાર્ડધારકો માટે અતિ મહત્વપૂર્ણ છે. સમયસર પગલાં ભરશો તો નુકસાન અને ટેક્સ સંબંધિત મુશ્કેલીઓથી બચી શકશો. જો તમે આધાર એનરોલમેન્ટ ID દ્વારા પાન બનાવ્યું છે, તો આજથી જ પ્રક્રિયા શરૂ કરો અને તમારી ઓળખને સુરક્ષિત બનાવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
