પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, આજે જ કરી લો નહિંતર...
PAN-Aadhaar Link : આવકવેરા વિભાગ દ્વારા લોકોને સતત પાન કાર્ડ આધાર સાથે લિંક કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. આ ડૉક્યુમેન્ટને લિંક કરાવવાની આજે છેલ્લી તારીખ છે. જો તમે PAN-Aadhaar Link 30 જૂન, 2023 સુધીમાં નહીં કરાવો, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
આવકવેરા વિભાગે કર્યું હતું ટ્વીટ
આ સિવાય 50,000 રૂપિયાથી વધુના બેંકિંગ વ્યવહાર કરવા માટે પણ જરૂરી છે. આવકવેરા વિભાગ દ્વારા આ અંગે ટ્વીટ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કરોડો લોકો તરફથી પાન કાર્ડ અને આધારને લિંક કરવામાં આવ્યા નથી. હવે તમારે આધાર અને પાન કાર્ડને એકબીજા સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

આ અગાઉ આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 હતી, પરંતુ હવે સરકારે 1000 રૂપિયાના દંડ સાથે આ બંનેને લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ, 2023 કરી દીધી હતી. જે બાદ આ તારીખ લંબાવીને 30 જૂન કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકોને PAN ને આધાર સાથે લિંક કરવાની છૂટ આપવામાં આવી છે. જેમાં આસામ, જમ્મુ-કાશ્મીર અને મેઘાલયના લોકો, NRI, વિદેશી નાગરિકો અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને છૂટ આપવામાં આવી છે.
કેવી રીતે ચૂકવશો દંડની રકમ
આ માટે તમારે સૌથી પહેલા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. આ લિંક પર ક્લિક કરીને, તમે સીધા યોગ્ય સ્થાન પર પહોંચી જશો. - https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar
અહીં સ્પષ્ટપણે સૂચવવામાં આવ્યું છે કે, CBDT પરિપત્ર F. No. 370142/14/22-TPL તારીખ 30 માર્ચ, 2022ના રોજ, જેમને 1લી જુલાઈ 2017 સુધી પાન કાર્ડ આપવામાં આવ્યું હતું, તેઓએ 30 જૂન 2023 સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે.
બીજી તરફ જે કરદાતાઓ આમ કરવામાં નિષ્ફળ જાય છે, તેઓને 30 જૂન, 2023 સુધી 1000 રૂપિયાની ફી સાથે આમ કરવાની છૂટ આપવામાં આવી હતી અને જેઓ આ તારીખ સુધી આમ કરવામાં નિષ્ફળ ગયા છે, તેઓનું પાન કાર્ડ ઇનવેલિડ થઇ જશે.
જો આધાર લિંક નહીં થાય તો શું થશે?
- સૌથી પહેલા તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તમે તેનો દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકશો નહીં.
- તમને કોઈપણ બાકી ટેક્સ રિફંડ અથવા રિફંડ પર વ્યાજ મળશે નહીં.
- તમારો TDS દર વધશે. જેથી તમારે ઊંચા દરે TDS ચૂકવવો પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
