લીલાં શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચતાં ડુંગળી અને બટાકાનો વપરાશ વધ્યો
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી શાકભાજીના ભાવમાં થઈ રહેલ સતત વધારાને પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. ઓગસ્ટ માસનો પ્રારંભ થઈ જવા છતાં શાકભાજીના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.
દાળ શાકમાં વપરાતા ટામેટા મરચાં ધાણા આદુ જેવા મસાલા પાકના ભાવ પણ આસમાનને આંબી રહ્યા હોવાથી ઘરના બજેટને સરભર કરવા બટાકા અને ડુંગળીનો વપરાશ વધી ગયો છે.લીલા શાકભાજીના ભાવ પણ રૂપિયા 70 થી 100 ને પાર કરી ગયા છે જેને પગલે ₹ 15 પ્રતિ કિલોના ભાવે મળતાં બટાકા અને 17 રૂપિયા કિલોના ભાવે મળતી ડુંગળીનો વપરાશ વધી ગયો છે.

બટાકાનો વપરાશ વધવા પાછળ અધિક શ્રાવણ માસ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહ્યા મુજબ હજુ ત્રણેક સપ્તાહ સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની કોઈ ગુંજાઈશ નથી હોલસેલ વેપારી રમણભાઈએ જણાવ્યું કે ઉત્તર અને દક્ષિણના રાજ્યમાં તથા ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદને કારણે શાકભાજીની આવક દિન પ્રતિદિન ઘટી રહી છે
ટામેટાના ભાવ 300ને પાર થવાની વકી નાશિક અને બેંગ્લોરમાં ટામેટાની ફસલને ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થવા સહિત ઉત્તરના રાજ્યોમાં પણ ભારે વરસાદને કારણે ટામેટાના પાકને વ્યાપક નુકસાન થતાં છેલ્લા બે દિવસથી ટામેટાની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને 160 થી 180 ના ભાવે વેચાઈ રહેલ ટામેટાનું શુક્રવારે 200 રૂપિયાના ભાવે વેચાણ થયું હતું અને એ વેપારીઓના મતે આગામી સમયમાં સ્થિતિમાં કોઈ સુધાર થવાની સંભાવના ન હોઇ ટામેટાનો ભાવ ₹ 300 ને પાર કરી જાય તો નવાઈ પામવા જેવું નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
