NPS Scheme : ઘણા ટેક્સમાંથી રાહત આપી શકે છે નેશનલ પેન્શન સિસ્ટમ, જાણો કેવી રીતે?
નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરવાથી ટેક્સમાંથી રાહત મળે છે, જો કે બહુ ઓછા લોકો આ વિશે વાકેફ છે. નેશનલ પેન્શન સિસ્ટમ દ્વારા તમે ત્રણ રીતે ટેક્સ બચાવી શકો છો.
જણાવી દઈએ કે, નેશનલ પેન્શન સિસ્ટમમાં પૈસાનું રોકાણ કરવાથી તમે ન માત્ર તમારો ટેક્સ બચાવો છો પરંતુ તમે તમારા વૃદ્ધાવસ્થા માટે એક વધુ સારું ભંડોળ એકઠું કરો છો. જે તમને દરેક ચિંતામાંથી મુક્તિ આપશે.

NPSમાં રોકાણ કર્યા બાદ તમને 80CCD હેઠળ ટેક્સમાં છૂટ મળે છે. આ ઉપરાંત તમે 80CCD (1), 80CCD (2) ના ટેક્સમાં બચત મેળવી શકો છો. 80CCD (1) ની પેટાકલમ 80CCD (1B) છે.
જો તમે 80C હેઠળ રોકાણ કરો છો તો 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર કોઈ ટેક્સ લાગતો નથી. આ રોકાણ તમારે જાતે જ કરવાનું છે. જ્યારે તેના પેટાકલમ 80CCD (1B) હેઠળ તમે મહત્તમ 50000 સુધીનું રોકાણ કરી શકો છો.
આ રોકાણ પર તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. જો તમે 80c અને આ 80CCD (1B) ને ભેગા કરો છો તો તમે 2 લાખ રૂપિયા સુધીની રકમ પર સરળતાથી ટેક્સ બચાવી શકો છો.
નેશનલ પેમેન્ટ સિસ્ટમ હેઠળ સેક્શન 80CCD (2) વિશે વાત કરીએ તો તેમાં પેમેન્ટ લિમિટ ઘણી વધારે છે. આમાં તમે કોઈપણ ટેન્શન વિના 2 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરી શકો છો જેના પર તમને સંપૂર્ણ ટેક્સ છૂટ મળે છે. જો કે આ કલમ હેઠળ તમે તમારા પોતાના પર રોકાણ કરી શકતા નથી, રોકાણ તે કંપની દ્વારા કરવામાં આવે છે, જેણે તમને નોકરી પર રાખ્યા છે.
તમને જણાવી દઈએ કે ઘણા ઉદ્યોગો આ રોકાણને તેમના નફા-નુકશાનના સ્ટેટમેન્ટમાં બિઝનેસ ખર્ચ તરીકે દર્શાવે છે, જેના કારણે ટેક્સમાં છૂટ પણ મળે છે.
આ અંતર્ગત તમે નેશનલ પેમેન્ટ સિસ્ટમમાં મોંઘવારી ભથ્થા અને મૂળ પગારના 10 ટકા સુધીનું રોકાણ કરી શકો છો. જો તમે સરકારી કર્મચારી છો તો તમે 14 ટકા સુધીનું રોકાણ કરી શકો છો.
અહીં તમને બેઝિક સેલરી અને ડીએના રેશિયોના હિસાબે જ ટેક્સમાં છૂટ મળે છે. આ સ્થિતિમાં, જો તમારો પગાર 8 લાખ રૂપિયા છે પરંતુ તમારા ડીએ અને મૂળ પગાર સહિત તમને 3 લાખ રૂપિયા સુધી મળી રહ્યા છે. તમે 30000 રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. એટલે કે કુલ મળીને તમે આ ત્રણ પદ્ધતિઓની મદદથી 4 લાખ રૂપિયાથી વધુની બચત કરી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
