UPI માટે Paytm ની થર્ડ પાર્ટી એપ રિક્વેટ પર NPCI ની નજર, આરબીઆઈએ તપાસની સલાહ આપી
પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મુકાયા બાદ પણ તેની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી છે. હવે UPI માટે Paytm ની થર્ડ પાર્ટી એપ રિક્વેટ NPCI સુધી પહોંચી છે.
પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ હવે આરબીઆઈ પેટીએમની થર્ડ પાર્ટી એપ વિનંતી પર નજર રાખી રહી છે.

RBI એ NPCI ને સલાહ આપી છે કે UPI માટે Paytm ની થર્ડ પાર્ટી એપ વિનંતીની તપાસ કરે. આવી સ્થિતિમાં હવે Paytm એપ પર UPI ઓપરેશન ચાલુ રાખવાનો નિર્ણય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના હાથમાં છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે કહ્યું કે, તેણે NPCI UPI સેવાઓ ચાલુ રાખવા માટે થર્ડ-પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર (TPAP) રૂટ માટે મંજૂરી મેળવવા માટે પેટીએમની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન લિમિટેડની વિનંતીની તપાસ કરવાની સલાહ આપી છે.
One97 કોમ્યુનિકેશન લિમિટેડ એ ફિનટેક અગ્રણી Paytm ની મૂળ કંપની છે. 31 જાન્યુઆરીના રોજ આરબીઆઈએ સતત નિયમોના ભંગને ટાંકીને Paytm પેમેન્ટ્સ બેંક, Paytmની બેંકિંગ શાખા સામે નિર્દેશોનો સમૂહ જારી કર્યો. તેમાં 29 ફેબ્રુઆરી પછી નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે, જેની સમયમર્યાદા પાછળથી 15 માર્ચ સુધી લંબાવવામાં આવી હતી.
ત્યારબાદ One97 એ Paytm ના UPI ની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે બાહ્ય બેંકો સાથે ભાગીદારીની શોધ શરૂ કરી. કંપનીએ પહેલાથી જ એક્સિસ બેંક સાથે ભાગીદારી કરી છે અને કેટલાક અન્ય ધિરાણકર્તાઓ સાથે પણ ચર્ચા કરી રહી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
