નિફ્ટી 8500ની સપાટી સ્પર્શી શકે : એક્સપર્ટ વ્યૂ
મુંબઇ, 5 જાન્યુઆરી : ભારતીય શેરબજાર ગયા સપ્તાહે સાંકડી રેન્જમાં ચાલ્યા બાદ શુક્રવારે બ્રેકઆઉટ જોવા મળ્યો હતો. જેના પગલે નિફ્ટી 8,210ના સ્તરે 50 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ કરતાં ઊંચા સ્તરે બંધ થયો હતો. મુખ્ય ટેક્નિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે વધુ અપટ્રેન્ડ ચાલુ રહેશે અને નિફ્ટી ટૂંકા ગાળામાં 8,500ના સ્તરને સ્પર્શ કરી શકે છે.
જિયોજિત બીએનપી પારિબા ફાઈનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ એલેક્સ મેથ્યુઝનું માનવું છે કે નિફ્ટીમાં 8,310 અને 8,265ના સ્તરે સપોર્ટ છે. ફ્રન્ટલાઇન આઇટી શેરો અને કેટલાક ઓટોમોબાઇલ શેરો અપવર્ડ મૂવમેન્ટ ચાલુ રહી શકે છે. જો બજારમાં તેજી ચાલુ રહેશે તો આપણને ફ્રન્ટલાઇન શેરોમાં વ્યાપક ખરીદી જોવા મળવાની ધારણા છે, જેમાં મેટલ અને કેપિટલ ગૂડ્ઝ ક્ષેત્રના શેરોનો પણ સમાવેશ થાય છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇસ) નિફ્ટીની એફ એન્ડ ઓ પોઝિશન જમા કરી રહ્યા છે, જે સૂચવે છે કે મજબૂત આગેકૂચ ચાલુ રહેશે. નિફ્ટીનો પુટ કોલ રેશિયો પણ સૂચવે છે કે નિફ્ટીમાં નજીવા નીચા સ્તરે મજબૂત સપોર્ટ સ્તર છે.

ઓટો ક્ષેત્રના વેચાણમાં ડિસેમ્બર મહિનામાં વૃદ્ધિ જોવા મળી છે. દેશની સૌથી મોટી કાર કંપનીનું વેચાણ 20.8 ટકા વધીને 1,09,791 નંગ થયું હતું. ટીવીએસ કંપની કંપનીનું વેચાણ ડિસેમ્બર દરમિયાન 20 ટકા વધીને 1,91,880 નંગ થયું હતું.
રોકાણકારો જાન્યુઆરી સિરીઝમાં નિફ્ટીનો 8,550ના કોલ ઓપ્શનની ખરીદી કરી શકે છે અને કોલ ઓપ્શન્સમાં બુલ સ્પ્રેડ બનાવી શકે છે. આ માટે 8,500નો કાલ ઓપ્શનની ખરીદી અને 8,650ના કોલ ઓપ્શનનું વેચાણ કરી શકાય છે. ક્રૂડ ઓઇલમાં બેરલ દીઠ 55 ડોલરથી નીચા સ્તરે નરમાઈ છે તથા યુરોપ અને ચીનમાં મેન્યુફેક્ચરિંગમાં નરમાઈના સંકેતની વચ્ચે તેમાં સાડા પાંચ વર્ષના વર્ષના નીચા સ્તરે છે.
આગામી સપ્તાહે અમેરિકાના બજાર માટેની મહત્ત્વની ઘટનાઓમાં વાહનોનું કુલ વેચાણ, માર્કિટ કમ્પોઝિટ પીએમઆઇ, માર્કિટ સર્વિસ પીએમઆઇ, ફેકટરી ઓર્ડર્સ, બેલેન્સ ઓફ ટ્રેડ, એફઓએમસીની કાર્યનોંધ, બેરોજગારીનો દર, નોન ફાર્મા પેરોલ ડેટા અને મેન્યુફેક્ચરિંગ પેરોલ્સનો સમાવેશ થાય છે.
યુરો ઝોન એરિયા માટેના મુખ્ય આર્થિક ડેટામાં માર્કિટ સર્વિસિસ પીએમઆઇ, ફુગાવાનો દર, કોર ઇન્ફ્લેશન, બેરોજગારીનો દર, રિટેલ સેલ્સ, બિઝનેસ કોન્ફિડન્સ અને કન્ઝ્યુમર કોન્ફિડન્સનો સમાવેશ થાય છે. જાપાનના મોરચે મુખ્ય આર્થિક સમાચારમાં માર્કિટ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ પીએમઆઇનો સમાવેશ થાય છે. ચીનનાં બજારો માટે બેલેન્સ ઓફ ટ્રેડ, ફુગાવાનો દર અને સર્વિસ પીએમઆઇ ડેટા વગેરે મહત્વના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
