રેલવે બજેટ 2021માં નવી બુલેટ ટ્રેન નેટવર્ક યોજના પર થઈ શકે વડું એલાન
રેલવે બજેટ 2021માં નવી બુલેટ ટ્રેન નેટવર્ક યોજના પર થઈ શકે વડું એલાન
નવી દિલ્હીઃ જનરલ બજેટ 2021ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. શનિવારે હલવા સેરેમનીના આયોજન સાથે બજેટના દસ્તાવેજ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 92 વર્ષની પરંપરામાં 2016માં થયેલ બદલાવ બાદ હવે જનરલ બજેટમાં જ રેલવે બજેટ પણ સામેલ હોય છે અને રેલવે બજેટ સાથે જોડાયેલી ઘોષણા પણ એ દિવસે જ થાય છે. રેલવે મંત્રાલયે આ વખતેના બજેટમાં પોતાના માટે 1.80 લાખ કરોડના બજેટ ખર્ચનું અનુમાન રજૂ કર્યું છે પરંતુ કોરોનાના સંકટને પગલે આ માંગ કદાચ પૂરી થઈ શકે. રેલવેને કેન્દ્ર તરફથી 75000 કરોડની મદદ એટલે કે બજેટીય સપોર્ટ મળી શકે છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ આ વર્ષનું રેલવે બજેટ આગામી વર્ષમાં બુલેટ ટ્રેન નેટવર્કને રજૂ કરવાની યોજના પર વધુ પ્રકાશ નાખે છે. હાલમાં જ ભારતીય રેલવેએ રાષ્ટ્રીય રેલ યોજના 2014નો પોતાનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે જેમાં 2051 સુધી દેશભરમાં લગભગ 8000 કિલોમીટર બુલેટ ટ્રેન નેટવર્કનો પ્રસ્તાવ કરાયો હતો. જો હાલની સ્થિતિની વાત કરીએ તો વર્તમાનમાં ભારતની પહેલી હાઈ-સ્પીડ રેલ નેટવર્ક મુંબઈ અને અમદાવાદ વચ્ચે નિર્માણાધીન છે. ભૂમિ અધિગ્રહણ બાધાઓનો સામનો કરવા, વિશેષ રૂપે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન નેટવર્કને માત્ર ગુજરાતમાં શરૂ કરવા માટે ચાલૂ કરવામાં આવી શકે છે. પાછલા વર્ષે સીતારમણે પોતાના બજેટ ભાષણમાં ઘોષણા કરી હતી કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન પરિયોજનાને ભારતીય રેલવે દ્વારા સક્રિય રૂપે શરૂ કરવામાં આવશે.
મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાને પૂરી કરવામાં સમય છે અને ભારતીય રેલવેએ પહેલે જ એનએચએસઆરસીએલને સાત હાઈ સ્પીડ રેલ પરિયોજના માટે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું છે. અયોધ્યાના માધ્યમથી દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન કોરિડોર માટે વિસ્તૃત પરિયોજના રિપોર્ટ ઓક્ટોબર 2020માં રેલવે મંત્રાલયને સોંપી દેવામાં આવ્યો છે. 800 કિમીથી વધુની દિલ્હી- વારાણસી બુલેટ ટ્રેન કોરિડોર લખનઉ, મથુરા, અયોધ્યા, પ્રયાગરાજ જેવા પ્રમુખ શહેરોને જોડશે. આગરા, ઈટાવા, રાયબરેલી અને ભદોહી પણ આ રૂટમાં હશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
