National Savings Certificates : 5 વર્ષમાં મળશે 4.5 લાખ રૂપિયા વ્યાજ, જાણો સ્કીમ વિશે તમામ માહિતી
ઘણા લોકો એવી સ્કીમ શોખી રહ્યા હોય છે જેમાં તેમના નાણાં પણ સુરક્ષિત રહે અને સારૂ વ્યાજ પણ આપે. તો આજે અમે આવી જ એક સ્કીમ વિશે માહિતી લઈને આવ્યા છીએ.
જો તમે સારું વ્યાજ કમાવવા માંગો અને તેને સુરક્ષિત રાખવા માંગો તો આ પોસ્ટ ઓફિસ સ્કીમ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ સારૂ વળતર આપી શકે છે.

આ સ્કીમમાં તમે એક વર્ષમાં ઓછામાં ઓછા 1000 અને વધુમાં વધુ રોકાણ કરી શકો છો. જો તમે એકસાથે પૈસા જમા કરીને વધુ નફો મેળવવા માંગો તો આ યોજના તમારા માટે છે.
આ યોજનામાં જો તમે 5 વર્ષ માટે 10 લાખ રૂપિયા જમા કરો તો તમને 5 વર્ષમાં માત્ર 4.5 લાખ રૂપિયા તો નફાના મળે છે.
હાલમાં પોસ્ટ ઓફિસ દ્વારા નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ પર 7.7 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ પોસ્ટ ઓફિસ દ્વારા ગેરંટી આપવામાં આવેલી સ્કીમ છે અને આમાં તમારે બજારના જોખમનો સામનો કરવો પડતો નથી.
કોણ રોકાણ કરી શકે?
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એકાઉન્ટનો ફાયદો એ છે કે તમે તેમાં બેથી ત્રણ લોકોનું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ સિવાય જો તમે ઈચ્છો તો તમારા સગીર બાળકોના નામે પણ ખાતું ખોલાવી શકો છો.
જો તમારું બાળક 10 વર્ષનું છે તો તેના નામે પણ બચત પ્રમાણપત્ર ખરીદી શકાય છે. આ સિવાય જો તમે અલગ-અલગ રોકાણ કરવા માંગો તો તમે એક સાથે અનેક નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એકાઉન્ટ ખોલી શકો છો.
1.5 લાખ રૂપિયા જમા કરો તો ટેક્સ લાભ પણ મળે
જો તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ કર્યું છે તો 5 વર્ષ સુધી તમને તે દરે જ રિટર્ન મળશે જે દરે તમે આ સ્કીમ ખરીદી છે. જો આ સ્કીમના વ્યાજ દર વચ્ચે ઘટાડો કરવામાં આવે તો તે તમારા પૈસાને અસર કરશે નહીં. આ સ્થિતિમાં તમે રોકાણના સમયે વળતરની ટકાવારી જોઈને જમા કરેલી રકમ પર તમને કેટલી રકમ મળશે તેની ગણતરી કરી શકો છો. આ ખાતરીપૂર્વકનું વળતર છે અને તેમાં બજારનું કોઈ જોખમ રહેશે નહીં.
5 વર્ષમાં 4.50 લાખ રૂપિયા વ્યાજ મળશે
જણાવી દઈએ કે જો તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છો અને તમને 7.7 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આમ આગામી 5 વર્ષ સુધી આ દરે વ્યાજ મળતું રહેશે. આવી સ્થિતિમાં તમને લગભગ 4,49,000 રૂપિયા ફક્ત વ્યાજથી જ મળશે.
ક્યાં અરજી કરવી?
તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને આ યોજના માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે NSC એક પોસ્ટ ઓફિસ સ્કીમ છે.
તમને આ યોજના હેઠળ આંશિક ઉપાડની સુવિધા મળતી નથી. આ સ્કીમમાં તમને 5 વર્ષ પછી જ પૂરા પૈસા મળે છે. કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં તમે તેને અકાળે બંધ કરી શકો છો.
જો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવે તો તમારું એકાઉન્ટ અકાળે બંધ કરી શકાય છે.
આ સિવાય જો ખાતાધારકનું મૃત્યુ થાય તો પણ આ યોજના હેઠળનું ખાતું સમય પહેલા બંધ થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
