Mutual Funds SIP : મહિને માત્ર 500 રૂપિયાનું રોકાણ કરો અને લાખોપતિ બનો, એક સાથે આવશે 21 લાખ રૂપિયા
જો તમારે પૈસા કમાવા હોય તો રોકાણ જરૂરી છે. આના માટે તમારે યોગ્ય પ્લાન સાથે ઉતરવુ જરૂરી છે. જો તમે વધુ પૈસા બચાવી નથી શકતા તો રોકાણ કરવું મુશ્કેલ બની જાય છે.
આ જ કારણ છે કે લોકો તેમના પૈસા ઝડપથી રોકાણ કરી શકતા નથી. જો તમે વધારે પૈસા બચાવી શકતા નથી તો તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર 500નું રોકાણ કરી શકો છો.

આટલી નાની રકમનું રોકાણ કરવાનો ફાયદો એ છે કે ભલે તમે ઓછા પૈસા બચાવી શકો છતાં પણ તમે તેનાથી જબરદસ્ત લાભ મેળવી શકો છો. જો તમે માત્ર 500 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કરો તો તમે આ રીતે લાથોપતિ બની શકો છો.
જણાવી દઈએ કે જો તમે 25 વર્ષ માટે કમ્પાઉન્ડિંગ સ્કીમમાં આવું રોકાણ કર્યું છે તો તમે સરળતાથી 21 લાખ રૂપિયા સુધીનું ફંડ બનાવી શકો છો. આજકાલ લોકોનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઘણું વધી ગયું છે.
વ્યવસ્થિત રોકાણ યોજનાને કારણે લોકોએ એક જ સમયે વધુ રકમ ચૂકવવી પડતી નથી અને તેઓ ધીમે ધીમે નાની રકમનું રોકાણ કરવાનું શરૂ કરે છે અને તેમાં વધારો કરતા રહે છે. આ સ્થિતિમાં તેમને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે અને લાંબા ગાળાના રોકાણમાં સરળતાથી લાખો કે કરોડો રૂપિયા કમાઈ શકે છે.
જો કે મ્યુચ્યુઅલ ફંડ્સ બજારના જોખમોને આધીન છે તેથી તેમાં નાણાંનું રોકાણ કરતા પહેલા તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. નિષ્ણાતની સલાહ લેવાનો ફાયદો એ છે કે તમારા પૈસામાં ટૂંક સમયમાં જબરદસ્ત વૃદ્ધિ થશે અને નુકસાનનું જોખમ પણ ઘણું ઓછું થઈ જશે.
નિષ્ણાતોના મતે, તમારે ક્યારેય પણ એક મ્યુચ્યુઅલ ફંડમાં તમામ નાણાંનું રોકાણ ન કરવું જોઈએ, તમે તેને વિભાજિત પણ કરી શકો છો અને વિવિધ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરી શકો છો.
મોટાભાગના નિષ્ણાતો માને છે કે મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળાના રોકાણમાં તમને સરેરાશ 12 ટકા જેટલું વળતર મળે છે. ગેરંટીવાળી સ્કીમ્સમાં તમને માત્ર મર્યાદિત વળતર મળે છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં તમે 12 ટકાથી વધુ વળતર મેળવી શકો છો.
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની સૌથી મહત્વની વાત એ છે કે તમે તેમાં માત્ર 500થી રોકાણ કરવાનું શરૂ કરી શકો છો અને ધીમે-ધીમે તમારી આવક વધારી શકો છો અને આ રોકાણને વધારતા રહો. જણાવી દઈએ કે માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઓછામાં ઓછી 250 રૂપિયાથી SIP શરૂ કરવાનું કહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
