મધર ડેરી હવે ફ્રોઝન ડુંગરી અને ગાજરનું વેચાણ કરશે
અમદાવાદ, 15 ઓગસ્ટ : છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના સતત વધી રહેલા ભાવથી ગ્રાહકો રડી રહ્યાં છે. આ સ્થિતિમાંથી વપરાશકારોને રાહત આપવા માટે મધર ડેરીએ ફ્રોઝન ફળ અને શાકભાજી રિટેલ માર્કેટમાં લોન્ચ કરવાનું આયોજન કર્યું છે. શરૂઆતના સમયગાળામાં મધર ડેરી દ્વારા ડુંગળીની રિંગ્સ, પાલકની ભાજી, જામફળ અને કેરીનું ફ્રોઝન કરીને તેને રિટેલ માર્કેટમાં વેચવાનું નક્કી કર્યું છે.
ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિકયુટિવ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ફ્રેશ શાકભાજીની માગમાં સતત વધારો થતો રહેતો હોય છે અને તેના કારણે ભાવમાં વધારો થતો હોય છે, જ્યારે પહેલેથી જ સમારેલા શાકભાજીની સિઝનના અંત સુધીમાં સારી માગ રહેતી હોય છે.

આ પ્રમાણેના રિટેલ માર્કેટમાં દર વર્ષે સરેરાશ 15થી 20 ટકાનો વધારો થઈ રહ્યો છે. મધર ડેરીના ફ્રૂટ અને વેજિટેબલ વિભાગના બિઝનેસ હેડ પ્રદીપ્તા કુમારના જણાવ્યા પ્રમાણે આગામી ટૂંક સમયમાં ડુંગળી અને પાલકનું ફ્રોઝન કરીને ગ્રાહકો અને ફૂડ સર્વિસ સેક્ટર માટે સમગ્ર વર્ષ દરમિયાન એક જ ભાવે મળી શકે તેવી પ્રોડક્ટનું વેચાણ કરવાનું આયોજન કરી રહ્યા છીએ.
વધુમાં તેમણે જણાવ્યું છે કે જામફળ અને કેરીને ફ્રોઝન કરીને વેચાણ કરવું પાઈપ લાઈન પ્રોજેકટ છે. ફ્રોઝન વેજિટેબલના વેચાણનો પ્રોજેક્ટ કંપની દ્વારા 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં ઈગ્લિંશ ગાજર, કોબીજ અને બિન્સનો પણ સફલ બ્રાન્ડમાં સમાવેશ કરવામાં આવશે.
સફલ બ્રાન્ડનો માર્કેટ શેર 25થી 30 ટકા જેટલો છે. મોટા ભાગના રિટેલ સ્ટોરમાં તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મધર ડેરીના ફળ અને શાકભાજીના વેપારનું કુલ ટર્નઓવર રૂપિયા 540 કરોડનું છે. સફલ તેના ફ્રોઝન શાકભાજીનું 200 ગ્રામ અને 500 ગ્રામના પેકમાં સમગ્ર ભારતના 15,000 આઉટલેટમાં વેચાણ કરે છે.
કંપની દ્વારા અત્યારે 50,000 ટન ફ્રોઝન વટાણાનું મોટા રિટેલ સ્ટોર જેવા કે રિલાયન્સ, બીગ બજાર, ઈઝી ડે અને મોરમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. કંપનીને મોટી સ્પર્ધા પગેરો ફૂડઝ અને વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ તરફથી હોય છે. મધર ડેરી ઓનિયન રિંગ્સ (ડુંગળીની સ્લાઈઝ)નું ફ્રોઝન કરીને વેચાણ કરવાનો પ્રથમ પ્રયાસ કરી રહી છે. નવા ફૂડ ફ્રોઝન પ્રોડકટ માટે કંપનીએ તેના નવી દિલ્હી ખાતેના પ્લાન્ટની ક્ષમતામાં પણ વધારો કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
