કેરીનું ઉત્પાદન 20 ટકા ઘટ્યું, ભાવ વધશે
નવી દિલ્હી, 15 એપ્રિલ : આ વર્ષે કેરી મોંઘી થશે, કારણ કે દેશમાં તેનું એકંદર ઉત્પાદન અંદાજે 20 ટકા ઓછું છે. આનું કારણ એ છે કે કેટલાક રાજ્યોમાં ગયા મહિને પડેલા કમોસમી વરસાદને લીધે કેરીના પાકને માઠી અસર પડી છે.
એસોચેમ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા અનુસાર યુએઈ, બ્રિટન, સાઉદી અરેબિયા, કતર, કુવૈત, બાંગ્લાદેશ તથા અન્ય દેશોમાંથી કેરીની માંગમાં વધારો થયો હોવાથી પણ આ વખતના ઉનાળામાં દેશના ગ્રાહકોને કેરી કદાચ ઓછી ખાવા મળશે.

દેશભરમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ગયા વર્ષના એક કરોડ 80 લાખ ટનની સરખામણીએ 20 ટકા ઓછું થયું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં માર્ચના આરંભમાં પડેલા કમોસમી વરસાદને લીધે કેરીના પાકને ખૂબ નુકસાન થયું હતું. કેરીના 50 ટકા જેટલા ઝાડને નુકસાન પહોંચ્યું છે.
ભારતમાં કેરીનું જે કુલ ઉત્પાદન થાય છે તેમાં આ પાંચ રાજ્યોનો હિસ્સો બે તૃતિયાંશ ભાગનો હોય છે.છેલ્લા ત્રણ વર્ષમાં કેરીની નિકાસમાં 27 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2010-11માં કેરીની નિકાસનો આંક રૂપિયા 164 કરોડ હતો જે 2012-13માં વધીને રૂપિયા 267 કરોડ થયો હતો.
ભારતમાંથી કેરીની આયાત કરતા દેશોમાં યુએઈ પહેલા નંબરે છે. તે ભારતની કુલ કેરી નિકાસમાં 61 ટકા હિસ્સો ધરાવે છે. તે પછીના નંબરે બ્રિટન અને સાઉદી અરેબિયા આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
