EPFO Account Update : નોકરી બદલો ત્યારે EPF એકાઉન્ટમાં આ ફેરફાર ખાસ કરો, નહીં તો ફસાઈ જશે રૂપિયા
નોકરી કરનારા લોકો માટે EPF એકાઉન્ટ મહત્વની વસ્તુ છે. જો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી બદલી રહ્યા છો તો તમારે તમારા કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં નોકરી છોડવાની તારીખ પણ અપડેટ કરવી પડે છે.
જો તમે આમ નહીં કરો તો પછીથી તમને ફંડ ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ તમે નોકરી છોડો ત્યારે તમારે EPF ખાતામાં બહાર નીકળવાની તારીખ દાખલ કરવી આવશ્યક છે.

કંપની પોતે EPF પર તેના કર્મચારીઓની બહાર નીકળવાની તારીખ અપલોડ કરે છે. પરંતુ જો કંપની તમારી બહાર નીકળવાની તારીખનો ઉલ્લેખ નથી કરતી અને તમે તેને ભૂલી પણ જાઓ છો તો પછી તમને તમારા EPF ખાતામાંથી ફંડ ટ્રાન્સફર કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
EPFO ના નિયમો અનુસાર, જો તમે અન્ય કંપનીમાં જોડાઈ રહ્યા છો અને તમે તમારું પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર કરવા માંગો છો તો આ માટે તમારે EPFમાં તમારી પાછલી નોકરી છોડવાની તારીખ અપડેટ કરવી પડશે.
આ નોકરી છોડ્યાના 2 મહિનાની અંદર થઈ જવું જોઈએ. જો તમે નથી જાણતા કે બહાર નીકળવાની તારીખ કેવી રીતે અપડેટ કરવી તો અમે આજે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જણાવી દઈએ કે, જો તમે નોકરી છોડ્યા પછી EPFO માં એક્ઝિટ ડેટ અપડેટ કરવા માંગો તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ ફોન દ્વારા તેને સરળતાથી ઓનલાઈન અપડેટ કરી શકો છો.
- એક્ઝિટ ડેટ અપડેટ કરવા સૌ પ્રથમ તમારે સરકાર દ્વારા શરૂ કરાયેલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ની મુલાકાત લઈને લૉગિન કરો.
- આ પછી એક મેનેજ બટન દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને માર્ક એક્ઝિટ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે એક ડ્રોપ ડાઉન લિસ્ટ ખુલશે જેમાં તમારે તમારો પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ નંબર પસંદ કરવાનો રહેશે.
- આ પછી, તમારે બહાર નીકળવાની તારીખ પણ અપડેટ કરવી પડશે અને પછી નોકરી છોડવાનું કારણ લખવું પડશે.
- આ બધી પ્રક્રિયા કર્યા પછી તમારે ફરીથી આધાર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ મોકલવો પડશે.
- સૌ પ્રથમ તમારે ચેક બોક્સ પસંદ કરવાનું રહેશે અને અપડેટ પર ક્લિક કરો. આ પછી OK બટન પર ક્લિક કર્યા પછી તમારી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
