LPG Price: 1 જુલાઈએ અપડેટ થયા એલપીજી સિલિન્ડરના ભાવ, અહીં જાણો વધ્યા કે ઘટ્યા?
LPG Price: રાંધણ ગેસના ભાવ 1 જુલાઈના રોજ અપડેટ કરવામાં આવ્યા છે. ઈન્ડિયન ઑઈલની વેબસાઈટ મુજબ ઘરેલુ અને કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1773 રૂપિયા પર છે. ભોપાલમાં તેની કિંમત 1108.50 રૂપિયા છે, જ્યારે ઇન્દોરમાં તે 1131 રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.83નો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, મે મહિનામાં, કિંમતોમાં 172 રૂપિયાનો ઘટાડો થયો હતો.
નોંધનીય છે કે એલપીજી સિલિન્ડરના ભાવ છેલ્લે 6 જુલાઈ, 2022ના રોજ વધ્યા હતા. ત્યારે એલપીજી સિલિન્ડરના ભાવ 1053 રુપિયા હતા, જેમાં 50 રુપિયાનો વધારો થયા બાદ સિલિન્ડરના ભાવ 1103 રુપિયા થઈ ગયા હતા. છેલ્લા એક વર્ષથી સિલિન્ડરના ભાવ સ્થિર છે.
કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત ચડાવ-ઉતાર જોવા મળ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1769 હતી, પછી માર્ચમાં તેની કિંમત વધીને 2119 રૂપિયા પર પહોંચી ગઈ. ત્યાર બાદ એપ્રિલ-મેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2028 રૂપિયા અને 1856 રૂપિયા પર રહ્યા.
જો તમે કોઈ પણ શહેરમાં ગેસ સિલિન્ડની કિંમત જાણવા માંગતા હોય તો સરકારી ઓઈલ કંપનીની અધિકૃત વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો. આના માટે તમારે આઈઓસીએલ(IOCL)ની વેબસાઈટ cx.indianoil.in/webcenter/portal/Customer/pages_productprice પર જાવ. ત્યારબાદ વેબસાઈટ પર રાજ્ય, જિલ્લો અને ડિસ્ટ્રીબ્યુટર સિલેક્ટ કરો અને પછી સર્ચ પર ક્લિક કરો. ત્યારબાદ ગેસ સિલિન્ડના ભાવ તમને જોવા મળી જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
