LPG Cylinder Price: બજેટના દિવસે જ મોંઘવારીનો માર, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો વધારો, જાણો નવા રેટ
LPG Cylinder Price Hike today: ફેબ્રુઆરીના પહેલા જ દિવસે, ગ્રાહકોને મોટો ઝટકો મળ્યો છે. સામાન્ય જનતા પર મોંઘવારીનો બૉમ્બ વિસ્ફોટ થયો છે. વાસ્તવમાં, આજે સવારે પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે.
લગ્નની સીઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

જો કે, આ વધારો 19KG કૉમર્શિયલ સિલિન્ડર પર થયો છે, ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે મોટી રાહતની વાત છે.
તમને જણાવી દઈએ કે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. નોંધનીય છે કે ઈંધણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવ અપડેટ કરે છે. 1 જાન્યુઆરીએ પણ 19 કિલોના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આજે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
દેશના ચાર મહાનગરોમાં નવા ભાવ જોઈએ તો દિલ્હીમાં રૂ.1769.50, કોલકત્તામાં રૂ.1887.00, મુંબઈમાં રૂ.1723.50 અને ચેન્નાઇમાં રૂ.1937 છે.
ખાસ વાત એ છે કે આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ (Budget 2024) રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitaraman) આજે સંસદમાં આ બજેટ રજૂ કરશે અને આ દિવસે જ એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળમાં આ બીજું વચગાળાનું બજેટ છે. નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. આ તેમનું વચગાળાનું બજેટ છે, ચૂંટણીનું વર્ષ હોવાથી આજનો બજેટ પૉપ્યુલિસ્ટ હશે એવી અપેક્ષા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
