LPG Cylinder Price: માર્ચના પહેલા જ દિવસે લાગ્યો મોટો ઝટકો, એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા, અહીં જાણો કિંમત
LPG Cylinder Price Hike Today: માર્ચના પહેલા જ દિવસે ગ્રાહકોને મોટો આંચકો લાગ્યો છે કારણ કે ઈેંધણ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. તહેવારોની મોસમમાં માંગમાં વધારો અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જો કે, આ વધારો 19KG કૉમર્શિયલ સિલિન્ડર પર થયો છે પરંતુ 14 કિલોના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે મોટી રાહતની વાત છે. તમને જણાવી દઈએ કે કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હી-મુંબઈમાં 25.50 રૂપિયા, કોલકાતામાં 24 રૂપિયા અને ચેન્નાઈમાં 23 રૂપિયા વધી ગઈ છે.

કૉમર્શિયલ એલપીજીના નવા ભાવ મેટ્રો શહેર દિલ્હીમાં રૂ. 1795, કોલકાતામાં રૂ. 1911, મુંબઇમાં રૂ. 1749 અને ચેન્નાઇમાં રૂ. 1960 થઈ ગયા છે. જાણવા મળે છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવી ગયા છે.
નોંધનીય છે કે ઈંધણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવ અપડેટ કરે છે. 1 ફેબ્રુઆરીએ પણ 19 કિલોના કૉમર્શિયલ ગેસ સિલિન્ડર(Commercial Cylinder Price)ની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે તેની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આજે માત્ર એલપીજીના ભાવમાં જ વધારો નથી થયો પરંતુ આજે ઈંધણ કંપનીઓએ એવિએશન ફ્યુઅલના ભાવમાં પણ વધારો કર્યો છે, ઉડ્ડયન ઈંધણના ભાવમાં પ્રતિ કિલો રૂ. 624.37નો વધારો થયો છે, નવા ભાવ આજથી લાગુ થશે પરંતુ પેટ્રોલ અને ડીઝલ માટે ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, તેથી સામાન્ય લોકોને ઘણી રાહત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
