LPG Price: નવા વર્ષ પહેલા લોકોને ભેટ, સસ્તુ થયુ એલપીજી સિલિન્ડર, જાણો હવે કેટલી કિંમતમાં મળશે?
Commercial LPG Price Update: નવા વર્ષ પહેલા લોકોને સારા સમાચાર મળ્યા છે. આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. OMCsએ 19 કિલોના કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે.
19 કિલોના કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 39.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમત આજથી લાગુ કરવામાં આવી છે. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મેટ્રો સિટીમાં કૉમર્શિયલ એલપીજીના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં અત્યાર સુધી 1796.50માં મળી રહ્યુ હતુ પરંતુ હવે તેની કિંમત ઘટીને રૂ.1757 થઈ ગઈ છે. મુંબઈમાં કૉમર્શિયલ એલપીજી સિલિન્ડર રુ.17349માં મળતુ હતુ, જે હવે ઘટીને રૂ. 1710 થઈ ગયા છે. કોલકાતામાં કૉમર્શિયલ એલપીજીના ભાવ રુ.1908 હતા, જે ઘટીને હવે રૂ. 1868.50 થઈ ગયા છે. વળી, ચેન્નાઈમાં કૉમર્શિયલ એલપીજીના ભાવ 1968 હતા, જે હવે રૂ.1929 થઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે 3 અઠવાડિયા પહેલા જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની નવી કિંમત 1797.50 રૂપિયા થઈ ગઈ હતી.
નોંધનીય છે કે 14.2 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આ રકમમાં છેલ્લો ઘટાડો 30 ઓગસ્ટ 2023ના રોજ 200 રૂપિયા હતો. રાંધણ ગેસ સિલિન્ડરની હાલની કિંમતોની વાત કરીએ તો, તે દિલ્હીમાં 903 રૂપિયામાં વેચાઈ રહ્યો છે જ્યારે કોલકાતામાં તેની કિંમત 929 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
