LIC on Gautam Adani : અદાણી ગૃપને મળી રાહત, LICએ કર્યો ખુલાસો
LIC on Gautam Adani : હિંડનબર્ગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ બાદ અદાણી ગૃપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જે વચ્ચે LIC તરફથી ગૌતમ અદાણીને લઈને મોટી માહિતી સામે આવી છે.
LIC on Gautam Adani : ગૌતમ અદાણીને લઇને LIC ની તરફથી મોટી જાણકારી સામે આવી છે. હિંડનબર્ગની તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ બાદ અદાણી ગૃપના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે એલઆઇસીએ પોતાનું મૌન તોડ્યું હતું. LIC દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તે અદાણી ગૃપમાં પોતાનું રોકાણ ઘટાડશે નહીં.

LICના અધિકારીએ કર્યો ખુલાસો
માહિતી આપતાં LICએ જણાવ્યું છે કે, LIC અદાણી ગૃપમાં પોતાના રોકાણમાં ઘટાડો કરશે નહીં. આ રોકાણો યથાવત રાખવામાં આવશે,અને તેમાં કોઈ કપાત કરવામાં આવશે નહીં. દેશની સૌથી મોટી વીમા કંપનીના ચેરમેન એમ. આર. કુમાર દ્વારા આ અંગે માહિતી આપી છે.

ગૃપની યોજનાઓની માહિતી લેશે
LICના ચેરમેન એમ. આર. કુમારે જણાવ્યું છે કે, અમે અદાણી ગૃપ મેનેજમેન્ટની બિઝનેસ પ્રોફાઇલ જાણવા માટે ક્યારેક ફોન કરીશું. આસાથે, અમે સમય સમય પર માહિતી મેળવતા રહેશું કે અદાણી ગૃપમાં કઈ યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે અને તેનું સંચાલનકેવી રીતે કરવામાં આવે છે.

કટોકટીના સમયમાં અદાણી ગૃપને મળી રાહત
સંકટના સમયમાં અદાણી ગૃપ માટે આ મોટી રાહત છે. આવા સમયે, અગાઉ એવા અહેવાલો હતા કે, LIC અધિકારીઓ અદાણી ગૃપનાટોચના મેનેજમેન્ટ સાથે બેઠક કરશે. આ ઉપરાંત અદાણી ગૃપના વ્યવસાય વિશે પૂછશે. આ સાથે આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટેશું કરવું જોઈએ તે વિશે પણ વાત કરીશું.

હજૂ પણ મોટા ઘટાડા પર પ્રભુત્વ ધરાવે છે સ્ટોક્સ
ઉલ્લેખનીય છે કે, આજે અદાણી ગૃપના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ ઈન્ડેક્સ ઓપરેટર MSCI ના નિર્ણય બાદઅદાણી ગૃપના શેર ફરી તૂટ્યા છે. આજે કંપનીના શેરમાં લોઅર સર્કિટ જોવા મળી રહી છે.
શુક્રવારના રોજ ખુલ્યા બાદ અદાણીએન્ટરપ્રાઈઝના શેરમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો છે. બપોરે 1 કલાકે કંપનીનો શેર 1,920.35 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
