LIC IPO: દેશના સૌથી મોટા આઈપીઓમાં પૈસા લગાવવાનો આજે છેલ્લો દિવસ, જાણો કેવો મળી રહ્યો છે રિસ્પૉન્સ?
આજે સોમવાર એટલે કે 9 મેના રોજ દેશના સૌથી મોટા આઈપીઓમાં પૈસા રોકવાનો આજે છેલ્લો દિવસ છે.
નવી દિલ્લીઃ આજે સોમવાર એટલે કે 9 મેના રોજ દેશના સૌથી મોટા આઈપીઓમાં પૈસા રોકવાનો આજે છેલ્લો દિવસ છે. જીવન વીમા નિગમ(એલઆઈસી)નો આઈપીઓ 4 મેના દિવસે રિટોલ રોકાણકારો માટે ઓપન થયો હતો. ગઈકાલે રવિવારની રજા હોવા છતાં રોકાણકારો આ આઈપીઓમાં બિડ કરી શકે તે માટે બેંકો ખોલવામાં આવી હતી. આ આઈપીઓને રોકાણકારો તરફથી સારી પ્રતિક્રિયા મળી છે. આજે પાંચમાં દિવસે 1.72 ગણુ સબસ્ક્રીપ્શન થઈ ચૂક્યુ છે.

અત્યાર સુધી સૌથી વધુ જોશ પૉલિસી હોલ્ડર્સે બતાવ્યો છે અને તેમના માટે અનામત હિસ્સાને 4.80 ગણી બોલી મળી છે એંપ્લોઈઝ અને પૉલિસી હોલ્ડર્સ માટે રિઝર્વ હિસ્સો પહેલા જ દિવસે સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. વળી, બીએસઈ પર હાજર આંકડા મુજબ સૌથી ઓછી બોલી ક્વૉલિફાઈડ ઈનસ્ટીટ્યુશનલ બાયર્સ(QIB)ના ભાગમાં આવી છે.આ પહેલા 2 મેના રોજ એંકર રોકાણકારો પાસેથી 5627 કરોડ રૂપિયા એલઆઈસીએ એકઠા કરી લીધા છે. એંકર રોકાણકારોમાં 71 ટકા ભાગીદારી ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડોએ ખરીદી છે. આ આઈપીઓ દ્વારા પોતાની 3.5 ટકા ભાગીદારી વેચીને 21,000 કરોડ રુપિયા એકઠા કરવાની સરકારની યોજના છે.
એલઆઈસી આઈપીઓ વિશે માહિતી
- એલઆઈસી આઈપીઓની પ્રાઈસ બેન્ડ 902-949 રુપિયા પ્રતિ શેર છે.
- એલઆઈસી આઈપીઓની લૉટ સાઈઝ 15 શેરની છે.
- એલઆઈસી આઈપીઓમાં છૂટક રોકાણકારો મહત્તમ 14 લૉટ લઈ શકશે.
- એલઆઈસી આઈપીઓમાં સરકાર વેચી રહી છે 3.5 ટકા ભાગીદારી.
- એલઆઈસી આઈપીઓની સાઈઝ 21,000 કરોડ રૂપિયાની.
- એલઆઈસી આઈપીઓ 17 મેના રોજ લિસ્ટ થઈ શકે છે.
- એલઆઈસી આઈપીઓમાં રિટેલ રોકાણકારોને 45 રૂપિયા પ્રતિ શેરની છૂટ.
- એલઆઈસી આઈપીઓમાં એલઆઈસીના વીમાધારકોને 60 રૂપિયા પ્રતિ શેરની છૂટ.
ગ્રે માર્કેટમાં શું છે ભાવ
ઈશ્યુ ખુલ્યા બાદ ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરના પ્રીમિયમ(ગ્રે માર્કેટ પ્રીમિયમ-જીએમપી) સતત ઘટી રહ્યો છે. ઈશ્યુ ખુલ્યા પહેલા તે 90 રૂપિયા પર પહોંચી ગયો ગતો અને ઈશ્યુ ખુલવાના એક દિવસ પહેલા 85 રૂપિયા પર હતો. ત્યારબાદથી આનુ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટી રહ્યો છે. બજારની વર્તમાન હાલતની ગ્રે માર્કેટના ભાવ પર પણ અસર દેખાઈ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
