કોટક મહિન્દ્રા બેંકે જોખમ લઇને ING વૈશ્ય બેંક હસ્તગત કરી
મુંબઇ, 21 નવેમ્બર : કોટક મહિન્દ્રા બેન્કે ગણતરીપૂર્વકના જોખમ સાથે બેંગલુરુની આઇએનજી વૈશ્ય બેન્કને હસ્તગત કરી છે. આ સોદામાં સંપૂર્ણપણે શેરની આપ-લે કરાશે. નવી ખાનગી બેન્કો ભારતીય બેન્કિંગ સેક્ટરમાં પ્રવેશે એ પહેલાં કોટક બેન્કે પોતાના બ્રાન્ચ નેટવર્કનું વિસ્તરણ કરવાના હેતુથી એક્વિઝિશન કર્યું છે. બંને બેન્કે ગુરુવારે સાંજે મર્જરની જાહેરાત કરી હતી.
મર્જરના ભાગરૂપે આઇએનજી વૈશ્યના શેરધારકોને 1,000 શેર સામે કોટક બેન્કના 725 શેર મળશે. અગ્રણી ડચ કંપની આઇએનજી હાલ આઇએનજી વૈશ્યમાં 42.73 ટકા હિસ્સો ધરાવે છે. મર્જર પછીની નવી બેન્કમાં આઇએનજીનો હિસ્સો લગભગ 25.3 ટકા થશે. આ સાથે તે સૌથી મોટી નોન-પ્રમોટર શેરધારક બનશે.

આઇએનજીએ મર્જર પછી એક વર્ષના સ્વૈચ્છિક લોક-ઇન માટે સંમતિ આપી છે. બંને બેન્કે જણાવ્યું હતું કે 'આઇએનજી વૈશ્યની તમામ શાખા અને કર્મચારીનું કોટકમાં રૂપાંતર થશે. ટ્રાન્ઝેક્શન શેરધારકો, રિઝર્વ બેન્ક, કોમ્પિટિશન કમિશન (CCI) અને અન્ય એજન્સીઝની મંજૂરીને આધીન છે.'
બેન્કિંગ સેક્ટરના નિષ્ણાતોના મતે આ કોટક માટે એક તક હતી. બેન્ક આગામી વર્ષોમાં ભારતના જીડીપીની વૃદ્ધિ સાથે નોંધપાત્ર વિકાસનો અંદાજ ધરાવે છે. પીડબલ્યુસી ઇન્ડિયાના ફાઇનાન્શિયલ સર્વિસિસના એસોસિયેટ ડિરેક્ટર રોબિન રોયે જણાવ્યું હતું કે 'બેન્કિંગ સેક્ટરમાં લાંબા ગાળાની દૃષ્ટિ રાખવી જરૂરી છે. આપણે જોયું છે કે, બજાર આધારિત મર્જર-એક્વિઝિશનમાં સમયાંતરે શેરધારકો માટે નોંધપાત્ર મૂલ્યસર્જન થયું છે.'
પ્રસ્તાવિત મર્જરને કારણે સંયુક્ત બેન્કની કુલ શેરમૂડીનો લગભગ 15.2 ટકા હિસ્સો ઇશ્યૂ કરાશે. મર્જર પછી કોટકના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને એમડી ઉદય કોટકનો હિસ્સો હાલના 39.71 ટકાથી ઘટીને 29.9 ટકા થશે, જે રિઝર્વ બેન્કની માર્ગરેખા સાથે સુસંગત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
