જીત ગૌતમ અદાણીની હીરા વેપારીની દીકરી દીવા સાથે થઈ સગાઈ, જાણો યુગલ વિશે રસપ્રદ વાતો
અબજપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીએ રવિવારે 12 માર્ચે અમદાવાદમાં એક ખાનગી કાર્યક્રમમાં હીરા વેપારીની દીકરી દીવા જયમિન શાહ સાથે સગાઈ કરી.

Jeet Adani Engagement: અબજપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીએ રવિવારે 12 માર્ચે અમદાવાદમાં એક ખાનગી કાર્યક્રમમાં હીરા વેપારીની દીકરી દીવા જયમિન શાહ સાથે સગાઈ કરી. જો કે, હજુ સુધી લગ્નની તારીખ સામે આવી નથી.
જીત અદાણીના આ સગાઈ સમારંભમાં બંને પરિવારના માત્ર નજીકના લોકો જ સામેલ થયા. યુગલનો એક જ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. બંનેએ પારંપરિક અંદાજમાં સગાઈ કરી છે.

જીત અદાણી કોણ છે?
જીત અદાણીએ યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા સ્કૂલ ઑફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. તે વર્ષ 2019થી તેના પિતાના બિઝનેસ સાથે જોડાયેલો છે. તે હાલમાં અદાણી ગ્રુપ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેમણે ગ્રૂપ સીએફઓની ઓફિસમાં તેની કારકિર્દીની શરૂઆત કરી અને તે પછી તેમણે આ જૂથના સ્ટ્રેટેજિક ફાઇનાન્સ, કેપિટલ માર્કેટ્સ સંભાળ્યુ. જીત અદાણી જૂથના ડિજિટલ વિભાગની પણ દેખરેખ રાખે છે. એટલુ જ નહિ જીત અદાણી પાસે અદાણી એરપોર્ટની જવાબદારી પણ છે.

કોણ છે જીત અદાણીની ભાવિ વહુ
અદાણીની વહુ અને ભાવિ પુત્રવધૂ, દીવા જયમીન શાહ સી. દિનેશ એન્ડ પ્રાઈવેટ લિમિટેડના પ્રખ્યાત હીરા વેપારી જયમીન શાહની પુત્રી છે. થોડા દિવસો પહેલા જીત આસામના મુખ્યમંત્રી અને કેટલાક અન્ય લોકો સાથે ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં જોવા મળ્યા હતા.

પરંપરાગત પોષાકમાં જોવા મળ્યુ યુગલ
સગાઈના સમારોહમાંથી સામે આવેલા એકમાત્ર વાયરલ ફોટામાં, યુગલ પરંપરાગત પોશાક પહેરેલા જોઈ શકાય છે. દંપત્તિ અદભૂત પેસ્ટલ રંગના ડ્રેસમાં પરફેક્ટ લાગતા હતા. જ્યારે દિવાએ હેવી એમ્બ્રોઈડરીવાળો લાઈટ ટોન્ડ લહેંગા સેટ પહેર્યો હતો, જ્યારે જીતે સૉફ્ટ રંગના જેકેટ સાથે કુર્તા સેટ પહેર્યો હતો.
|
શું કરે છે મોટો દીકરો કરણ અદાણી
તમને જણાવી દઈએ કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની પત્નીનુ નામ પ્રીતિ અદાણી છે, જે લગ્ન પહેલા ડેન્ટિસ્ટ હતી, તેણે અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમને બે પુત્રો કરણ અને જીત છે. ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી 'અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ' (APSEZ)ના CEO છે. અમદાવાદમાં 7 એપ્રિલ 1987ના રોજ જન્મેલા કરણે પેડ્યુ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. તેઓ અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડની જવાબદારી પણ સંભાળે છે. વર્ષ 2013માં, તેણે પરિધિ શ્રોફ સાથે લગ્ન કર્યા, જે એક જાણીતા વકીલ છે.
|
પાયલટ જીત અદાણી આટલી ભાષાઓ જાણે છે
જીત અદાણીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી છે. જીત પ્લેન ઉડાડતો જોવા મળ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, "તમામ સાથી પાઈલટ અને ઉભરતા ઉમેદવારોને વિશ્વ પાયલટ દિવસની શુભેચ્છા." તેના ટ્વિટર બાયો મુજબ, તે સુપરકાર્સ માટે પણ ક્રેઝી છે કારણ કે તે ઘણીવાર કાર રેસ વિશે ટ્વિટ શેર કરે છે. તેમના લિંક્ડઈન પેજ મુજબ, જીત અદાણી ફ્લુઅન્ટ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી બોલે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
