ITR File : ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો આજે અંતિમ તારીખ, ચૂકી ગયા તો મળશે બીજી તક
ITR File : નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન (ITR File) ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, 2023 છે. જો તમે આ દિવસ પણ ITR File કરવાનું ચૂકી જાવ તો તમને વધુ એક મોકો મળશે.
તમે દંડ ભરીને 31 ડિસેમ્બર, 2023 ITR File કરી શકો છો. કોઇપણ નાણાકીય વર્ષ દરમિયાન નિયત સમયમર્યાદા ખતમ થઇ જાય, તો બિલટેડ રિટર્ન ભરવાની તક મળે છે.

આવકવેરા અધિનિયમની કલમ 139(1) હેઠળ કોઈપણ આકારણી વર્ષ માટે નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન ન ફાઈલ કરવા માટે કલમ 234F હેઠળ દંડ સાથે વિલંબિત રિટર્ન ફાઈલ કરવાનો અવકાશ છે. જો આવકવેરા ભરનારની કુલ આવક 5 લાખથી વધુ ન હોય તો તેણે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
જો આવક 5 લાખથી વધુ હોય તો 5,000 રૂપિયાનો દંડ થશે. જો આવક મુક્તિ મર્યાદા (2.50 લાખ) કરતાં ઓછી છે, તો કોઈ દંડ લાગશે નહીં. 30 જુલાઈ 2023 સુધીમાં 6 કરોડથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. માત્ર રવિવારે સાંજે 6.30 વાગ્યા સુધી 26.76 લાખ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.
રિટર્ન ફાઈલ ન કરવા બદલ દંડની ગણતરી નિયત તારીખ પછીની તારીખથી એટલે કે જુલાઈ 31, 2023 થી શરૂ થાય છે. તેથી ITR File કરવામાં જેટલો વિલંબ થશે, તેટલો વધારે દંડ ચૂકવવો પડશે. દંડની સાથે વ્યાજ પણ વસૂલવામાં આવશે.
જો તમે નિયત તારીખે અથવા તે પહેલાં રિટર્ન ફાઈલ કરશો નહીં, તો આવકવેરા કાયદાની કલમ 234A હેઠળ બાકી ટેક્સ પર દર મહિને અથવા મહિનાના ભાગ માટે એક ટકાના દરે વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે. જો ટેક્સ ન ભર્યો હોય, તો ITR File કરી શકાશે નહીં.
જો તમે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં પણ ITR File ન કરો તો આવકવેરા વિભાગ તમને કારણ બતાવો નોટિસ આપી શકે છે. જો તમારો ખુલાસો સંતોષકારક ન જણાય તો, આવકવેરા વિભાગ તેની વૈધાનિક સત્તા મુજબ આ મામલે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આમાં સંબંધિત આવકવેરા ભરનારને વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.
બેંક બજારના CEO અધિલ શેટ્ટીનું કહેવું છે કે, ખોટથી બચવા માટે ITR File કરવું જરૂરી છે. સમયસર રિટર્ન ભરવાના ઘણા ફાયદા છે. તેમાંથી એક સમયસર રિફંડ છે. આ ઉપરાંત જો તમે નિયત તારીખ સુધીમાં ITR File કરો છો, તો તમે તમારી ખોટને પછીના નાણાકીય વર્ષોમાં આગળ વધારશો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
