jio યુઝર્સ માટે ખરાબ ખબર: 399 પ્લાનમાં થશે આ ફેરફાર
જીયોના ગ્રાહકો માટે આ દિવાળી પર એક ખરાબ સમાચાર છે. જીયોને તેના પ્લાન પર મોટા બદલાવ લાવ્યા છે. જેના કારણે વેલેડિટીની તારીખ અને ડેટા પ્લાનની કિંમતો બદલાઇ છે. તો વધુ વાંચો અહીં.
જીયો યૂઝર્સ માટે એક ખરાબ ખબર આવી છે. રિલાન્યસ જીયોએ તેના ટેરિફ રેટમાં વધારો કર્યો છે. તેણે 84 દિવસના પ્લાનને હવે 399 રૂપિયાના બદલે 459 રૂપિયાનો કરી દીધો છે. આ પ્લાન પહેલા 399માં મળતો હતો અને તેમાં પ્રતિદિવસ 1 જીબી 4જી ડેટા મળતો હતો. પણ હવે આ પ્લાન માટે ગ્રાહકોને 15 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કંપનીએ પોતાની વેબસાઇટ પર નવા ઘન-ઘના-ઘન ટેરિફ પ્લાનની જાણકારી આપી છે. જે મુજબ 399 રૂપિયાનો પ્લાન તો ગ્રાહકોને મળશે પણ તે હવે 70 દિવસ માટે જ 70 જીબી આપશે.

149 પ્લાન ડબલ ફાયદો
જો કે 149 રૂપિયાનો પ્લાન પસંદ કરનાર ગ્રાહકોને ડબલ ફાયદો થશે. 28 દિવસ માટે તેમને હવે 4જી સ્પીડથી 4 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં 2જીબી ડેટા જ પહેલા મળતો હતો. વળી નાના અને શોર્ટ ટર્મ પ્લાનની કિંમતો પર ઓછી કરી દેવામાં આવી છે. જો કે તેમ છતાં વધુ ડેટાની ચૂકવણી આ નાના શોર્ટ પ્લાન દ્વારા ગ્રાહકોને આપવામાં આવી છે.

વધુ એક પ્લાન
જીયોએ એક સપ્તાહ માટે 52 રૂપિયાનો અને બે અઠવાડિયા માટે 98 રૂપિયાનો એક નવો પ્લાન પણ લાવ્યો છે. જેમાં ગ્રાહકોને ફ્રી વોઇસ કોલિંગ, એસએમએસ, અનલિમિટેડ ડેટા (0.15 જીબી રોજનું) મળશે. જીયોના આ તમામ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળશે તે પણ રોમિંગ સાથે.

509 પ્લાન
કંપનીએ આ સ્કીમ હેઠળ 509 રૂપિયાની સ્કીમમાં પણ બેનિફિટ ઓછા કરી દીધા છે. જે હેઠળ 56 દિવસોના બદલે હવે તમને 49 દિવસ માટે જ તમને 2 જીબી ડેટા મળશે. આમ તમને 4જી સ્પીડથી હવે 98 જીબી ડેટા મળશે જે પહેલા 112 જીબી હતું. આ પ્લાન હેઠળ તમને પ્રતિ જીબી 5.2 રૂપિયામાં મળશે. તો ત્યાં જ 999 રૂપિયા વાળા પ્લાનમાં પહેલા 4જી સ્પીડમાં 90 જીબી ડેટા મળતો હતો પણ હવે 3 મહિના માટે હાઇ સ્પીડ પર 60 જીબી ડેટા જ આપવામાં આવશે.

1,999 રૂપિયાનો પ્લાન
જીયોના 1,999 રૂપિયાનો પ્લાન જે જેની વેલિડિટી 6 મહિના માટેની હતી તેની સ્પીડ પણ ઓછી કર્યા વગર 125 જીબી ડેટા આપવામાં આવશે. અને 4999 રૂપિયાના પ્લાનમાં વેલેડિટી 1 વર્ષની રહેશે. જે પહેલા 210 વર્ષની હતી. જો કે તેમાં 4જીબી સ્પીડ પર 380ના બદલે 350 જીબી ડેટા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
