આપનું બેંક લોકર સુરક્ષિત છે? કારણ કે બેંક નુકસાન માટે જવાબદાર નથી
શું આપ બેંકમાં લોકર ધરાવો છો? શું આપ આપના બેંક લોકરમાં દસ્તાવેજો, આભૂષણો, રૂપિયા વગેરે મૂકો છો? શું આપ એમ માનો છો કે આપની અમૂલ્ય સંપત્તિને બેંક લોકરમાં મૂકવાથી તે સુરક્ષિત થઇ ગઇ છે? આ સાથે આપ એમ પણ વિચારો છો કે જો લોકરમાંથી કોઇ વસ્તુ આમ કે તેમ થઇ તો ટેન્શન નથી અને તેની ચૂકવણી ખુદ બેંક કરશે. જો આપ આ તમામ બાબતો વિચારતા હોવ અને કરતા હોવ તો આપે સતર્ક થઇ જવાની જરૂર છે.
આપે એ જાણી લેવાની જરૂર છે કે બેંકમાં લોકર્સ ફુલ પ્રુફ સિક્યુરિટી વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે. આમ છતાં લોકરમાં મૂકેલી કોઇ પણ પ્રકારની વસ્તુની સાચવવાની જવાબદારી બેંક કે બેંકના કર્મચારીઓની હોતી નથી.

આ વાતનો એક પુરાવો પાછલા દિવસમાં હરિયાણાના સોનિપતમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં જોવા મળ્યો હતો. આ બેંકની એક શાળામાં લૂંટારુઓએ જમીનમાં સુરંગ બનાવીને બેંકના લોકર્સ લૂંટ્યા હતા. જેના કારણે ચર્ચા શરૂ થઇ હતી કે છેવટે લોકરની લૂંટના નુકસાનની ભરપાઇ ગ્રાહકોને કેમ કરવામાં આવી રહી નથી?
વાસ્તવમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર બેંકમાં લોકરની લૂંટ કે નુકસાન થવાના કિસ્સામાં તેના માટે બેંક કે બેંકના અધિકારીઓ જવાબદાર નથી. કોન્ટ્રાક્ટ એક્ટ સેક્શન 152 અનુસાર બેંક લોકર સાથે જોડાયેલા કોઇ પણ નુકસાન, બર્બાદી કે સામગ્રીના નાશ માટે બેંક જવાબદાર હોતી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
