IPO This Week : આ અઠવાડિયે આવી રહ્યા છે બે નવા આઈપીઓ, જાણો પ્રાઈઝ બેન્ડ
શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે આ સમાચાર છે. જે લોકો આઈપીઓથી રોકાણ કરી રહ્યા છે તેમના માટે આ અઠવાડીએ 2 નવા આઈપીઓ આવી રહ્યાં છે.
આ સપ્તાહે શેરબજારમાં 2 નવી કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી કંપનીઓના IPO ખુલ્યા છે. આમાંના ઘણામાં રોકાણકારોએ સારો નફો કર્યો છે. જો તમે હજુ સુધી IPO માં રોકાણ કરી શક્યા નથી તો આ અઠવાડિયે તમારા માટે સારી તક છે.

માર્કેટમાં IPOને લઈને ધૂમ મચાવી રહી છે. માર્કેટમાં 9 શેરનું લિસ્ટિંગ પણ થશે. અહીં અમે તમને તમામ IPO વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Chatha Foods Limited IPO
ચાથા ફૂડ્સનો IPO 19 માર્ચે ખુલવા જઈ રહ્યો છે. રોકાણકારો આ IPOમાં 21 માર્ચ સુધી રોકાણ કરી શકે છે. કંપની આઈપીઓ દ્વારા બજારમાંથી 34 કરોડ એકત્ર કરવા માંગે છે. શેરનું લિસ્ટિંગ BSE SME પર 27 માર્ચે થશે.
ઈશ્યુની પ્રાઇસ બેન્ડ 53-56 રૂપિયા પ્રતિ શેર છે. Chatha Foods HoReCa સેગમેન્ટ એટલે કે હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ડોમિનોઝ, સબવે, કાફે કોફી ડે અને વોક એક્સપ્રેસ જેવી અગ્રણી કંપનીઓને કાફે/કેટરિંગ સેવા આપે છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે 59.62 લાખ શેરના નવા ઈક્વિટી વેચાણનો છે. રોકાણકારો એક લોટમાં 2000 સુધીના શેરો માટે બિડ કરી શકે છે.
Vishwas Agri Seeds IPO
વિશ્વાસ એગ્રી સીડ્સનો IPO 21 માર્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો તેમાં 26 માર્ચ સુધી રોકાણ કરી શકે છે. વિશ્વાસ એગ્રી બીજની પ્રક્રિયા અને વિતરણ નેટવર્ક સાથે સંકળાયેલ છે. ગયા વર્ષે જુલાઈમાં કંપનીએ વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજની કામગીરી પણ શરૂ કરી છે.
કંપની બજારમાંથી 25.80 કરોડ એકત્ર કરવા માંગે છે. ઈશ્યુની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 86 નક્કી કરવામાં આવી છે. તેની લોટ સાઈઝ 1600 શેર છે. શેરનું લિસ્ટિંગ 1 એપ્રિલના રોજ થશે. વિશ્વાસ એગ્રી સીડ્સનો ઈશ્યુ સંપૂર્ણપણે 30 લાખ શેરના નવા ઈક્વિટી વેચાણનો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
